શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 13 ડિસેમ્બર 2021 (10:40 IST)

રાત્રે સૂતી વખતે બ્રા પહેરવી જોઈએ કે નહી ?

રાતના સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી. જેનુ એક જ કારણ છે ચેનની શ્વાસ. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. ડોક્ટરો મુજબ રાત્રે સૂતી વખતે તમે બ્રા પહેરો છે કે નહી તેનાથી કોઈ ફરક નથી પડતો.  મતલબ એ છે કે રાત્રે બ્રા પહેરીને સૂવાનો કોઈ ફાયદો નથી તો નુકશાન પણ નથી.  પણ એ તમારા પર નિર્ધારિત છે કે રાત્રે બ્રા પહેરી તમે કેટલુ સહજ અનુભવ કરો છો. પણ આ વાતનુ ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે બ્રા પહેરીને સૂવા માંગો છો તો એક લાઈટ વેટ અને ઢીલી બ્રા પહેરો. 
 
ટાઈટ બ્રા તમને રાત્રે સૂતી વખતે પરેશાન કરી શકે છે.  આ ઉપરાંત જો તમારી બેસ્ટ મોટા આકારની છે તો પણ તમે રાત્રે બ્રા પહેરીને સૂઈ શકો છો. જેનાથી તે ઢીલી ન પડે. સૂતી સમયે બ્રા પહેરવાથી રક્તના પરિસંચરણમાં અવરોધ આવે છે.  જો તમે ઈલાસ્ટીકવાળી ટાઈટ ફિટ બ્રા પહેરો છો તો આવુ થવાની શક્યતા છે.  આવી પરિસ્થિતિમાં તમે સ્પોર્ટ્સ બ્રા નો વિકલ્પ પસંદ કરો. જે વધુ આરામદાયક રહેશે.  આમ તો તમારે રાત્રે બ્રા ઉતારીને સૂવુ જોઈએ કારણ કે આખો દિવસ અને આખી રાત બ્રા પહેરી રાખવાથી એ સ્થાન પર પિગમેંટેશન વધી જાય છે જ્યાની ઈલાસ્ટિક ટાઈટ હોય છે.  તેથી જો તમે બ્રા પહેરીને સૂતા હોય તો ઢીલી પહેરો.