શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

શિયાળામાં અસરકારક સ્પા ટ્રીટમેંટ

શિયાળાની ઋતુમાં સ્કીનની નમી ખોવાઈ જવાને લીધે સ્કીન એકદમ રૂખી થઈ જાય છે, જેને લીધે સ્કીન ખેંચાય છે અને ખંજવાળ પણ થાય છે. આનાથી છુટકારો મેળવવા માટે તમે સ્પાની મદદ લઈ શકો છો. અરોમા થેરપી અને ફ્રુટ મસાજની સાથે સ્પા ટ્રીટમેંટ લેનારાઓની સંખ્યા વધી રહી છે. સ્પા ટ્રીટમેંટ લેવાથી ચહેરા પરની મૃત ત્વચા દૂર થઈ જાય છે અને શરીરના રોમછિદ્રો એક્ટિવ થઈ જાય છે. બ્યુટિશીયનને અનુસાર શિયાળામાં અરોમા થેરપી સૌથી અસરકારક રહે છે. 

અરોમા થેરપીમાં ઓઈલની જુદી જુદી વેરાયટી વડે મસાજ કરવામાં આવે છે. ત્યાર બાદ સ્ટીમ બાથ આપવામાં આવે છે. સાથે સાથે આલમંડ ઓઈલ અને હીટ ઓઈલ મસાજની સાથે બોડી પોલીશીંગ પણ કરવામાં આવે છે.

આયુર્વેદીક થેરપી લેવી પણ સારી રહેશે કેમકે આમાં વિવિધ જડી બુટીઓ વડે બનેલા તેલથી મસાજ કરીને સ્ટીમ બાથ આપવામાં આવે છે. ત્વચાની પ્રકૃતિને અનુસાર અરોમા ઓઈલની પસંદગી કરવામાં આવે છે. આ સિવાય ફ્રુટ સ્પા પણ ખાસ છે. આની અંદર શિયાળામાં મળતાં ફ્રુટનો જ ઉપયોગ કરવામાં આવે છે. સ્પાની આ સુવિધા તમે 650 થી લઈને 8000 સુધીમાં લઈ શકો છો.

લગ્નની તૈયારી કરી રહેલ યુવતીઓએ પોતાની ત્વચા નિખારવા માટે ઓછામાં ઓછી ચારથી પાંચ વખત સ્પાની ટ્રીટમેંટ લેવી જોઈએ.