શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (17:46 IST)

શુ તમે પણ પીરિયડ્સ સાથે જોડાયેલા વહેમ માનો છો ? તો જરૂર વાંચો

પીરિયડ્સ એક એવો વિષય છે જેના વિશે લોકો વાત કરવાનું ટાળે છે. એટલુ જ નહી અનેક સ્થાન પર  આજે પણ આ દિવસો દરમિયાન યુવતીઓ સાથે ખૂબ ખરાબ વ્યવ્હાર કરવામાં આવે છે.  દરેક મહિલાને પીરિયડમાંથી પસાર થવુ પડે છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  પીરિયડ્સને લઈને સમાજમાં અનેક વહેમ ફેલાયેલા છે. 
 
આવો જાણીએ આ વહેમ અને તેની પાછળની હકીકત 
 
 
1. અનેક લોકોનુ માનવુ છે કે આ દિવસોમાં યુવતીઓ અશુદ્ધ થઈ જાય છે. આવામાં તેમને રસોડામાં કે મંદિરમાં ન જવુ જોઈએ. પણ આવુ કશુ નથી હોતુ. ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયામાં શરીરમાંથી અનફર્ટિલાઈઝ્ડ એગ બહાર નીકળે છે. 
 
2. જો કોઈ યુવતીનો પીરિયડ મિસ થઈ ગયો તો તેનો મતલબ તે પ્રેગનેંટ છે પણ આની પાછળ કારણ કંઈક બીજુ પણ હોઈ શકે છે. અનેકવર તનાવ અને ખરાબ ડાયેટને કારણે પણ પીરિયડ મિસ થઈ જાય છે. 
 
3. એવુ કહેવાય છે કે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી ન નહાવુ જોઈએ પણ આ આરોગ્ય માટે સારુ હોય છે. કુણા પાણીથી ન્હાવાથી દુખાવો ઓછો થાય છે અને આરામ મળે છે. 
 
4. પહેલાના જમાનામાં તમે એવુ કહેતા સાંભળ્યુ હશે કે આ દિવસોમાં અથાણાને અડકવાથી અથાણુ ખરાબ થઈ જાય છે પણ આ એક વહેમ છે.  કોઈ વસ્તુને અડવાથી તે ખરાબ થતી નથી. 
 
5. કેટલાક લોકોનુ વિચારવુ છે કે વર્તમાન દિવસોમાં એક્સરસાઈઝ ન કરવી જોઈએ પણ એવુ નથી. જો પરેશાની વધુ હોય તો એક્સરસાઈઝ ન કરવી જોઈએ પણ પરેશાની ઓછી હોય તો એક્સરસાઈઝ કરવાથી મસલ્સ રિલેક્સ થાય છે.