સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (15:11 IST)

બ્યુટી ટીપ્સ - આ ટીપ્સ અજમાવશો તો બની જશો "Beautiful"

1.તમારી ત્વચા જાણો: કોઈપણ ઉત્પાદન ઉપયોગ કરતા પહેલા તમારી ત્વચાનો પ્રકાર જાણી લો. આવુ કરવાથી તમે યોગ્ય ઉત્પાદન પસંદ કરવા માટે સક્ષમ રહેશો. ત્વચા તેલીય છે, તો આઈલ ફ્રી અને સૂકી છે તો માયશ્ચરાઈજર યુક્ત ઉત્પાદન વાપરો.
2 સારા ફિગર માટે : એકસ્ટ્રા કેલોરી ઘટાડવા માટે
ડિટોક્સ આહાર લેવો. સપ્તાહમાં બે દિવસ નાના-નાના મીલ(ભોજન) લો. દિવસભરમાં ચાર વાર 20 ગ્રામ પ્રોટીન શેક લો. પાંચમુ ભોજન
શેકેલુ કે બેક્ડ હોવું જોઈએ . અડધા વાટકી બાફેલા કે શાકભાજી કે સૂકા મેવા ખાવું.
3.પાણી આપે ભેજ:. સારા ચયાપચય માટે દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું.પાણી ત્વચા અને પાચન બંને માટે પાણી સારુ અને ઉપયોગી છે. તે ચરબી ઘટાડે છે. વજન નિયંત્રિત રાખે છે.
4.રાત્રે 8 વાગ્યે પહેલાં
ભોજન :રાત્રે 8 વાગ્યા પછી ભોજન કરવુ ટાળો. જેથી
ભોજન સરળતાથી પચી શકે. શરીરને
પૂરતા પોષક તત્વ મળે . મોડેથી ભોજન કરવાથી પાચન ક્રિયા પ્રભાવિત થાય છે.
5.સનસ્ક્રીન બને સાથી : ત્વચા ગમે તેવી હોય પણ સનસ્ક્રીન જરૂરી છે. સનસ્ક્રીન વગર ઘરની બહાર નીકળવુ નહી. તે સૂર્યથી થતાં નુકસાન સામે રક્ષણ કરશે. જેથી તમારી ત્વચા સ્વચ્છ, સ્વસ્થ અને બેદાગ દેખાય.
6. મૃત ત્વચા- ત્વચા પર તાત્કાલિક ચમક માટે એકસફોશિયલ કરો.
મૃત અને નિર્જીવ ત્વચા દૂર કરવા ચહેરા અને ગરદન પર સારી રીતે
એકસફોશિયલ સ્કેબનો ઉપયોગ કરો. સાધારણ ભીના ચહેરા અને ગરદન પર એને થોડી માત્રામાં નરમાશથી લગાવો. ઠંડા પાણીથી ધોઈ લો અને તફાવત જુઓ.
7.રીમિક્સ કરે માઈશચરાઈઝર :
માઈશચરાઈઝર દ્વારા તમારી ત્વચા નરમ અને મુલાયમ અને નિખરેલી દેખાશે. સારુ રહેશે કે માઈશ્ચરાઈજરના 2-3 ટીપાં તમારા બેસ સાથે મિક્સ કરી ચહેરા, ગરદન અને હાથ પર લગાવુ. આ સૂર્યથી પણ ત્વચાને રક્ષણ કરશે.
8. ફેશિયલ જાતે કરો : ઈસ્ટેંટ ગ્લો માટે ફેશિયલ જાતે કરો. એક વાટકીમાં
પાણી અને લીંબુનો રસના
થોડા ટીપાં નાખો. હવે ફેશવાસ લગાવો અને લીંબુના પાણીથી ધોઈ લો. ચહેરા પર ગ્રેપસીડ આયલ લગાવો.તે કુદરતી ગ્લો લાવશે.
9 બ્લશ ઓન : સારી ઊંઘ લો. આનાથી ચહેરો ચમકદાર રહેશે. ચહેરો ધોવા શિયર ગુલાબી બ્લશ લગાવો. સારી રીતે મિશ્રણ સાથે મસ્કરાનો સ્પર્શ આપો.
10 ત્વચા ધોવા- દીવસભરમાં 2-3 વાર ગુલાબ જળના પાણી વડે ચહેરો ધૂઓ.
11 કોલ્ડ ક્રીમ - રાતે સૂતાં પહેલા ચેહરા પર કોલ્ડ ક્રીમ લગાવું .પછી ટીશુથી ક્રીમ સાફ કરવું.પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લૂછી લો.