શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ખીલથી બચવુ હોય તો ..

N.D
યુવાનીમાં પિત્તની પ્રતિક્રિયા ખીલના રૂપમાં જોવા મળે છે. આ હારમોનલ અસંતુલનથી પણ થઈ શકે છે કે પછી કોઈ દવાના સાઈડ ઈફેક્ટથી પણ. ચહેરા પર જો ભૂલથી પણ એક ખીલ થઈ જાય તો જ્યા સુધી તે મટે નહી ત્યાં સુધી તે એક સમસ્યા બની રહે છે. કેટલીયવાર હાથ પણ વારંવાર ત્યાં જાય છે. આ ખીલ ફૂટી નીકળવાનુ કારણ કંઈ પણ હોય, પિત્તનુ સંતુલન કરવુ ખૂબ જરૂરી છે.

ખીલથી બચવાના કેટલાક ઉપાયો -

- ઘણી જડી-બુટ્ટીઓ છે જે શરીરને ડીટોક્સીફાઈ કરે છે. જેવુ કે કારેલાનુ જ્યુસ, લીંબૂનુ જ્યુસ, વેલનુ શરબત ખાંડ વગર આનુ સેવન કરો. પણ યાદ રહે કે યોગ્ય ચિકિત્સકની દેખરેખ હેઠળ આ કરો.

- ઘણા અનાજ પણ એવા છે જે ખીલને દૂર કરે છે જેવા કે - બ્રાઉન રાઈસ, જવ વગેર.

- વજન ઓછુ કરવા માટે પણ જવ એક સારુ અનાજ છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં આર્યન, બી કોમ્પલેક્સ અને અન્ય ખનીજ પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.

- ફળોમાં તરબૂચ, શક્કરટેટી, સફરજન, મોસંબી વગેરે બધા પિત્તની પ્રકૃતિને માટે સારા છે. ખીલને શરીરથી દૂર રાખવા માટે સામાન્ય રીતે આપ બધા જ ફળ ખાઈ શકો છો, પણ સારુ કહેવાશે કે કેરીથી દૂર રહો.

- બધી શાકભાજીઓ ઠંડી પ્રકૃતિની હોય છે. તેથી શરીરને ઠંડુ કરવા માટે બધા પ્રકારની શાકભાજીઓ નો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. શાકભાજીઓથી ખીલ દૂર થાય છે.

- શાકભાજીઓના જ્યુસની વાત કરીએ તો દૂધીનુ જ્યુસ, પેઠા જ્યુસ અને કોબીજનુ જ્યુસ પીવાથી પિત્ત પ્રકૃતિ માટે સારુ રહેશે. તમે ઈચ્છો તો આનુ નિયમિત સેવન કરી શકો છો.

- બની શકે તો દિવસમાં ત્રણથી ચાર વાર તમારો ચહેરો એક સારા ફેશ વોશથી ધોતા રહો. જેના કારણે તમારા ચહેરા પર ધૂળ-માટી નહી જામે.

- જો તમને બહારનુ ખાવાથી ખીલ ફૂટી નીકળતા હોય તો બહારનુ ખાવાનુ ટાળો.

મુલાયમ અને ખીલેલો ચહેરો કોણે નથી ગમતો. તો હવે તમે પ્રયત્ન કરો કે તમે તામરા ચહેરાને ખીલથી બચાવશો. આ ઉપાયો અજમાવ્યા પછી તમે ચોક્ક્સ રીતે એક ચમકતો ચહેરો પામી શકો છો.