શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ચોમાસામાં યુવતીઓને ગમે છે છત્રી અને વિન્ડચીટર

P.R
ચોમાસામાં કપડાં ઉપરાંત અન્ય એક્સેસરીઝ પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને કપડાં બાદ જો કોઈ મહત્ત્વની વસ્તુ હોય ચોમાસામાં તો તે છે છત્રી. છત્રીનું નામ લેતાં જ આંખો સામે તરવરે છે લાલ, બ્લુ, પીળી, લીલી અને બ્રાઈટ રંગની છત્રી. લોકો પણ સામાન્યપણે પહેલાં બ્રાઈટ રંગની છત્રીની પસંદગી કરતા જોવા મળે છે.

ઉપરાંત અત્યારે કેટલીક યુવતીઓમાં દાદાજી જેવી જૂના જમાનાની પણ બ્રાઈટ કલર ધરાવતી ડિઝાઈનર છત્રીઓ પણ લોકપ્રિયતા મેળવી રહી છે. પરંતુ આ છત્રીનો એક ફાયદો એ છે કે ગમે તેટલા જોરદાર વરસાદમાં તમે કોરા રહી શકો છે, પરંતુ તેની એક બીજી તકલીફ એવી પણ છે કે તેને સાચવવી ખૂબ અઘરી પડે છે.

નોકરિયાત વર્ગ અને મહિલાઓ થ્રી ફોલ્ડ છત્રી વધુ પસંદ કરે છે, કારણ કે તે નાની હોય છે અને પર્સમાં સરળતાથી સમાઈ જાય છે, પરિણામે છત્રીને હાથમાં લઈને ફરવાની કોઈ આવશ્યક્તા નથી. થ્રી ફોલ્ડ છત્રીનો એક ફાયદો એ પણ છે કે છત્રી ક્યાંય ભુલાઈ જવાનો ડર નથી રહેતો.

છત્રીઓની સાથે સાથે યુવતીઓમાં એક ક્રેઝ જોવા મળે છે કલરફુલ વિન્ડચીટર માટેનો અને આ વર્ષે વધુ ને વધુ યુવતીઓ છત્રી કરતાં વિન્ડચીટરનો ઉપયોગ કરતી જોવા મળે છે, જેનું એક મુખ્ય કારણ એ પણ છે કે વિન્ડચીટરને છત્રીની જેમ ઊંચકીને નથી ચાલવું પડતું, તેથી તે વધુ સગવડદાયક પુરવાર થાય છે.

ચોમાસામાં કપડાં, છત્રી અને વિન્ડચીટરની પસંદગી બાદ વારો આવે છે પર્સનો. સામાન્યપણે તો નોકરિયાત યુવતીઓ શિયાળા અને ઉનાળામાં લેધરની બેગ વાપરવાનો આગ્રહ રાખે છે, પરંતુ ચોમાસું શરૂ થાય એટલે તેઓ લેધરની બેગને અભેરાઈએ ચડાવીને સાદી બેગ વાપરવાનું શરૂ કરે છે.

આ વર્ષે ટ્રાન્સપરન્ટ અને કલરફુલ કીટીવાળી બેગ ખૂબ ચલણમાં છે.

દેખાવમાં આ ટ્રાન્સપરન્ટ બેગ એકદમ ટ્રેન્ડી લુક આપે છે અને તે બજારમાં વિવિધ રંગ, આકાર અને સાઈઝમાં ઉપલબ્ધ છે.

આવી ટ્રાન્સપરન્ટ બેગ લેવાનો એક ફાયદો એ પણ છે કે તમે મૂકેલી વસ્તુઓ સરળતાથી તમને મળી રહે છે અને રૂટિનથી થોડો હટકે લુક પણ મળશે...