શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ઠંડીમાં ત્વચા ખીલખીલાતી રહે

NDN.D

ઠંડીની ઋતુ આવતાંની સાથે જ ત્વચા રૂખી અને ફાટેલી હોય તેવી થઈ જાય છે. આવી ઋતુમાં ત્વચાને મુલાયમ રાખવા માટે થોડાક ઉપાયો અહીં આપેલ છે-

* આ ઋતુમાં નરમીની ઉણપને કારણે ત્વચા પણ રૂખી થઈ જાય છે. ખાસ કરીને હાથ-પગ અને હોઠ વધારે. આવામાં સ્નાન કરતી વખતે શરીરનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જો સ્નાન કર્યા બાદ તુરંત જ મોઈશ્ચરાઈઝર લગાવશો તો ત્વચામાં નરમપણું જળવાઈ રહે છે.

* હાથ પગ પર રાત્રે સુતી વખતે મલાઈ લગાવો.

* જેમને મલાઈ સુટ ન થતી હોય તેમણે લીંબુની અંદર ગ્લીસરીન તેમજ ગુલાબજળ ભેળવીને તેને રાત્રે સુતી વખતે હાથ તેમજ પગ પર લગાવવું. આનાથી ત્વચામાં રૂખાપણું ઓછુ થશે.

* સ્નાન કર્યા પહેલાં બેસનમાં થોડુક દહી અને ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને શરીર પર રગડો. ત્યાર બાદ સાબુ લગાવવાની જરૂર નથી કેમકે આનાથી શરીર સારી રીતે સાફ થઈ જાય છે.

* નહાવા માટે વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ન કરશો અને નહાયા બાદ તુરંત જ બોડી લોશન લગાવો.

* રાત્રે સુતા પહેલાં લીંબુ અને હળદર યુક્ત ક્રીમથી એડિયોની મસાજ કરો.

* 1/2 ડોલ નવાયા પાણીમાં મોટી ચમચી મધ મેળવીને નહાયા બાદ સૌથી છેલ્લે આને શરીર પર રેડી દો આનાથી થકાવટ દુર થશે અને ત્વચા પણ મુલાયમ રહેશે.

* સ્નાન કર્યા પહેલાં શરીર પર સરસીયાનું તેલ સહેજ નવાયુ કરીને તેનાથી શરીર પર માલિશ કરો. આનાથી પણ ત્વચાનું રૂખાપણું દુર થશે અને ખુજલી પણ દુર થશે.

* મીઠાના નવાયા પાણીમાં હાથ પગને શેકવાથી ત્વચા મુલાયમ રહે છે.

* ફાટેલા હોઠો પર કાચુ દૂધ તેમજ દૂધની મલાઈ લગાવો.