1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
  6. દૂધથી નિખારો સૌંદર્ય

દૂધથી નિખારો સૌંદર્ય

દૂધથી નિખારો સૌંદર્ય

ગુજરાતી બ્યુટી ટીપ્સ
*કાચા દૂધને ગુલાબજળમાં મિક્સ કરી ચેહરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે.
 
*ગુલાબના બે ફૂલને વાટીને અડધો ગ્લાસ કાચા દૂધમાં 30 મિનિટ સુધી પલાળો ,પછી આ લેપને ધીમે-ધીમે ત્વચા પર મસળી લો. સૂકાયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. ત્વચા ગુલાબી અને નરમ થઈ જશે. 
 
* દૂધમાં થોડુ મીઠું મિક્સ કરી ચેહરા પર સવારે-સાંજે લગાવવાથી ખીલ દૂર થાય છે.
 
* અડધી ચમચી કાળા તલ અને અડધા ચમચી સરસોને બારીક વાટીને દૂધમાં મિક્સ કરી ખીલ પર લગાવવાથી ખીલ  ખત્મ થાય છે .
 
*હોંઠ જો કાળા હોય તો દૂધને હોઠ પર લગાવવાથી કાળાશ દૂર થાય છે. 
 
* જો તમારા હોઠ ફાટી ગયા હોય તો રાતે સૂતા પહેલા એક ટપકું ગુલાબજળ અને એક ટપકું લીંબુંનો રસ દૂધની મલાઈ સાથે મિક્સ કરી લગાવવાથી રાહત મળે છે. 
 
* બાદામ ,ચણાનો લોટ ,ગાજરનો રસ દૂધમાં મિક્સ કરી આ ઉબટન શરીર પર સારી રીતે લગાવવાથી ત્વ્ચામાં નિખાર આવે છે. 
 
* દૂધને આખા શરીર પર રગડવાથી ત્વચા નરમ થાય છે અને ત્વચામાં નિખાર આવે છે. 
 
* નખને સુંદર બનાવવા માટે થોડીક વાર દૂધમાં પલાળી રાખો.
 
* વાસણ સાફ કરવાથી હાથ ખુરદરા થઈ જાય છે,એના પર લીંબૂનો રસ મિક્સ કરી લગાવવાથી હાથની ત્વચા નરમ થાય છે. 
 
* બદામ અને લવિંગને સમાન માત્રામાં લઈ પાવડર બનાવી લો, અડધી ચમચી દૂધમાં ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો. થોડી વાર પછી ધોઈ લો.આથી ચેહરા પર નિખાર આવે છે. 
 
* દૂધની મલાઈ, હળદર પાવડર મિક્સ કરી ચેહરા પર મસળો. બે અઠવાડિયા પછી ચેહરા પર નિખાર આવી જશે. 
 
* કાજૂને આખી રાત દૂધમાં પલાળી સવારે તેને મહીન વાટી તેમાં મુલ્તાની માટી અને લીંબૂનો રસ મિક્સ કરી તૈલીય અને સૂકી બન્ને પ્રકારની ત્વચા પર લગાવી શકાય. 
 
* 2 ચમચી દૂધની મલાઈમાં એક ચમચી મધ મિક્સ કરી ત્વચા પર લગાવો. આથી ત્વચાની શુષ્કતા સમાપ્ત થશે. 
 
* દૂધની મલાઈમાં થોડુ પાણી મિક્સ કરી ચેહરા પર ફેશિયલ કરી શકાય.