1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

વાળની માવજત

વાળની માવજત
W.DW.D

* વાળને નિસ્તેજ બનાવતાં અટકાવવા માટે અઠવાડિયામાં એક બે વખત રાઇના તેલની અંદર બે લસણની કળી નાંખીને તેને ગરમ કરો અને તેનાથી વાળના મૂળમાં મસાજ કરવાથી વાળ નિસ્તેજ બનતાં અટકે છે અને વાળમાં ચમક પણ વધે છે.

* વાળને ખરતાં અટકાવવા માટે 2 ચમચી દિવેલ, આમળા, શિકાકાઈ અને અરીઠાનો પાવડર, મેથીનો પાવડર, લીમડાની પેસ્ટ, અને બે ઇંડા મિક્સ કરીને તેને વાળમાં લગાવીને 45 મિનિટ સુધી રહેવા દઈ અને વાળ શેમ્પુથી ધોઈ લો.

* બને ત્યાં સુધી વાળમાં હેરડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળો. કેમકે તેનાથી વાળ રફ થઈ જાય છે અને વાળના મૂળ પણ નબળા પડી જાય છે.
About Writer
વેબ દુનિયા