શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

સૌદર્યનો ખજાનો તમારા રસોડામાં જ !

N.D

ચંદનનો પેક : ચંદન ઘસીને તેની અંદર ગુલાબજળનાં થોડાક ટીંપા ભેળવી લો અને આ લેપને ચહેરા પર લગાવો તેનાથી ત્વચાને ઠંડક મળે છે. જો ચહેરાની ત્વચા વધારે પડતી ચીકણી હોય તો ચંદનની અંદર થોડીક ગંધકની માત્રાને પણ ભેળવી દો. ગરમીઓની અંદર આ પેક ચહેરા માટે ખુબ જ લાભદાયી છે.

દહીનો લેપ : એક ચમચી બેસનની અંદર દહી, મધના બે ટીંપા ભેળવીને ચહેરા પર અડધા કલાક સુધી લગાવી રાખો. આનાથી લૂ લાગવાને લીધે બળી ગયેલી ત્વચાને આરામ મળે છે.

ફુદીનાનો લેપ : લીલા ફુદીનાને ચહેરા પર લગાવી અડધા કલાક સુધી રહેવા દઈને ધોઈ લો. આ લેપ ત્વચાની બધી જ ગરમી દૂર કરી દેશે. આ ચહેરા પરથી ખીલના ડાઘને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

સોયાબીન અને મસુરની દાળનો લેપ : એક નાની વાટકી સોયાબીન છાલ કાઢેલી મસુરની દાળને રતરે પલાળી દો. તેની અંદર થોડુક દૂધ ભેળવી દો થોડીક બદામને ભેળવીને લગાવવાથી ત્વચા પરની ખુજલી દૂર થાય છે.

અડદની દાળનો પેક : સુખી અડદની દાળનો પાવડર બનાવીને તેની અંદર થોડુક ગુલાબજળ, ગ્લીસરીન અને બદામને ઘસીને ભેળવી લો. આને ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે અને સાથે સાથે ચહેરા પર કરચલીઓ પણ દૂર થઈ જાય છે.