1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Gujarat Budget 2026-27

ગુજરાત બજેટ 2026: નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પાંચમું બજેટ, 4 લાખ કરોડના બજેટ સાથે 'કોમનવેલ્થ'ના સપનાને મળશે પાંખો

gujarat budget
gujarat budget
ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યનું વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરશે. આ વખતે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું, અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થવાની પ્રબળ શક્યતા છે.
 

બજેટની મુખ્ય હાઈલાઈટ્સ અને શક્યતાઓ:

 
-  બજેટના કદમાં તોતિંગ વધારો -  ગત વર્ષે બજેટનું કદ 3.70 લાખ કરોડ રૂપિયા હતું, જેમાં આ વર્ષે 12 થી 15 ટકાનો વધારો થઈ શકે છે. જો આ આંકડો 4 લાખ કરોડને પાર કરશે, તો તે ગુજરાતના વિકાસની નવી ઊંચાઈ ગણાશે.
 
- કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે મોટી જાહેરાત થવાની શક્યતા -  ગુજરાતમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવા સ્ટેડિયમ અને વૈશ્વિક સુવિધાઓ ઊભી કરવા માટે બજેટમાં મોટી રકમની ફાળવણી થઈ શકે છે.
 
- વિકાસ પર વિશેષ ભાર: બજેટમાં માળખાગત સુવિધાઓ (Infrastructure), આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્ર માટે વિશેષ  જોગવાઈઓ રહેવાની આશા છે.
 
- યુવાનો અને રોજગાર: સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુવાનો માટે નવી રોજગારીની તકો અને સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહક યોજનાઓની જાહેરાત થઈ શકે છે.
 

નાણામંત્રીની કનુંભાઈનું પાંચમું બજેટ 

 
કનુભાઈ દેસાઈએ વર્ષ 2022માં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું, જે 2.43 લાખ કરોડનું હતું. માત્ર 4 વર્ષના ગાળામાં બજેટના કદમાં થયેલો આ વધારો રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ અને સરકારના 'વિકસિત ગુજરાત'ના રોડમેપને સ્પષ્ટ કરે છે.
 
લોકોની અપેક્ષાઓ: મધ્યમ વર્ગને મોંઘવારીમાં રાહત મળે અને ખેડૂતોને સિંચાઈ તેમજ સબસિડીનો લાભ મળે તેવી આશાઓ સેવાઈ રહી છે.