શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (08:17 IST)

Bal gangadhar tilak-લોકમાન્ય બાળ ગંગાધર તિલક સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની

જન્મ 23 જુલાઈ- 1856
મૃત્યુ- 1 ઓગ્સટ સન 1920 મુંબઈ 
બાળ ગંગાધર તિળકનો જ્ન્મ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ (રત્નાગિરી)ના ચિક્કન ગામમાં 23 જુલાઈ 1856ને થયું હતું. તેમના પિતા ગંગાધર રામચંદ્ર તિળક એક ધર્મનિષ્ટ બ્રાહ્મણ હતા. 
 
તેમના પરિશ્રમના બળ પર શાળાના મેધાવી છાત્રોમાં બાળ ગંગાધર તિળકની ગણના થતી હતી. તે ભણવાની સાથે-સાથે નિયમિત રૂપથી વ્યાયામ પણ કરતા હતા તેથી તેમનો શરીર સ્વસ્થ અને પુષ્ટ હતું. 
 
સન 1879માં તેને બીએ અને કાયદોની પરીક્ષા ઉતીર્ણ કરી. પરિવારવાળા અને તેમના મિત્ર સંબંધી આ આશા કરી રહ્યા હતા કે ટિળક વકાલત કરી ધન કમાવશે 
 
અને વંશનો ગૌરવ વધારશે. પરંતુ ટિળકએ શરૂઆતથી જ જનતાની સેવાનો વ્રત ધારણ કરી લીધું હતું. 
 
પરીક્ષા ઉતીર્ણ કર્યા પછી તેને તેમની સેવાઓ પૂર્ણ રૂપથી એક શિક્ષણ સંસ્થાના નિર્માણને આપી દીધી. સન 1880માં ન્યૂ ઈંગ્લિશ શાળા અને થોડા વર્ષ પછી ફર્ગ્યુસન કૉલેજની સ્થાપના કરી.તે હિંદુસ્તાનના એક મુખ્ય નેતા, સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પહેલા લોકપ્રિય નેતા હતા. તેને સૌથી પહેલા બ્રિટિશ રાજના સમયે પૂર્ણ  સ્વરાજની માંગ કરી.
 
ટિળકનો આ કથન કે "સ્વરાજ મારું જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને રહીશ" ખૂબ પ્રસિદ્ધ થયું. લોકો તેને આદરથી "લોકમાન્ય" નામથી પોકારીને સમ્માનિત કરતા હતા. તેને હિંદુ રાષ્ટ્રવાદનો પિતા કહેવાય છે. 
 
લોકમાન્ય ટિળકએ જનજાગૃતિનો કાર્યક્રમ પૂરા કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ અઠવાડિયુ ઉજવવું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતમાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયના વિરૂધા સંધર્ષનો સાહસ  ભરાયું. 
 
ટિળકના ક્રાંતિકારી પગલાથી અંગ્રેજ ખડબડાવી ગયા અને તેના પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવીને છ વર્ષ માટે "દેશ નિકાળો" નો દંડ આપ્યું અને બર્માની માંડલે જેલ મોકલી દીધું. 
 
આ સમયે ટિળકએ ગીતાનો અભ્યાસ કર્યું અને ગીતાના રહસ્ય નામનો ભાષ્ય પણ લખ્યું. ટિળકના જેલથી છૂટ્યા પછી જ્યારે ગીતાનો રહ્સ્ય પ્રકાશિત થયુ તો તેમનો પ્રચાર-પ્રસાર આંધી-તૂફાનની રીત વધ્યું અને જનમાનાસ તેનાથી વધારે આંદોલિત થયું. 
 
ટિળકએ મરાઠીમાં "મરાઠા દર્પણ અને કેસરી" નામથી બે દૈનિક સમાચાર પત્ર શરૂ કર્યા જે જનતામાં ખૂબ લોકપ્રિય થયા. જેમાં ટિળકએ અંગ્રેજી શાસનની ક્રૂરતા અને ભારતીય સંસ્કૃતિના પ્રત્યે હીનભાવનાની ખૂબ આલોચના કરી. 
 
તેને બ્રિટિશ સરકારને ભારતીયને તરત પૂર્ણ સ્વરાજ આપવાની માંગણી કરી. જેના ફળસ્વરૂપ અને કેસમાં છાપનાર તેમના લેખોના કારણે તેને ઘણી વાર જેલ મોકલાયું. 
 
ટિળક તેમના ક્રાંતિકારી વિચારો માટે પણ ઓળખાતા હતા. એવા ભારતના વીર સ્વતંત્રતા સેનાનીનો નિધન 1 ઓગસ્ટ 1920ને મુંબઈમાં થયું.