ગાય પર નિબંધ - Cow Essay - essay on cow | Webdunia Gujarati
શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (08:55 IST)

ગાય પર નિબંધ - Cow Essay

ગાય એક ખૂબ જ ઉપયોગી પાલતૂ જાનવર છે. આ એક સફળ ઘરેલુ જાનવર છે અને અનેક ઉદ્દ્શ્યો માટે ઘરે લોકો દ્વારા રાખવામાં આવે છે. આ મોટુ શરીર, બે શીંગડા, બે આંખ, બે કાન એક નાક એક મોઢુ એક માથુ એક મોટી પીઠ અને પેટવાળી મહિલા જાનવર છે. આ વધુ ખોરાક ખાય છે. આ આપણને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે દૂધ આપે છે. દૂધ આપણી પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને સંક્રમણ અને અન્ય રોગોથી બચાવે છે. આ એક પવિત્ર પશુ છે અને ભારતમાં એક દેવીની જેમ પૂજવામાં આવે છે. હિન્દુ સમાજે ગાયને મા નો દરજ્જો આપ્યો છે અને ગૌમાતા કહીને બોલાવે છે. 
 
આ અનેક પ્રયોજનો માટે ઉપયોગી દૂધ આપનારુ જાનવર છે. હિન્દુ ધર્મમાં એવુ માનવામાં આવે છે કે ગૌ દાન સૌથી મોટુ દાન છે. ગાય હિન્દુઓ માટે એક પવિત્ર પશુ છે. ગાય પોતાના જીવનકાળમાં ખૂબ લાભ આપે છે અને અહી સુધી કે મર્યા પછી પણ ખૂબ ઉપયોગી છે. જીવિત રહેતા આ દૂધ, વાછરડુ, બળદ, છાણ, ગોમૂત્ર આપે છે. અને મૃત્યુ પછી તેના ચામડા અને હાડકાંને કામમાં લેવામાં આવે છે.   તેથી આપણે કહી શકીએ છીએ કે આ આપણને માટે સંપૂર્ણ રીતે ઉપયોગી છે. આપણે તેના દૂધથી અનેક ઉત્પાદ બનાવી શકીએ છીએ જેવા કે ઘી, ક્રીમ, માખણ દહી, મઠ્ઠો  મીઠાઈ વગેરે અને તેના મૂત્ર અને છાણ પ્રાકૃતિક ઉર્વરકના રૂપમાં ખેડૂતોને ઝાડ વૃક્ષ અને પાક માટે ખૂબ ઉપયોગી છે. 
 
આ લીલુ ઘાસ, ખાદ્ય પદાર્થ અનાજ અને અન્ય ખાદ્ય પદાર્થ ખાય છે. ગાયની પાસે બે મજબૂત સિંગડા હોય છે. જે તેની અને તેના વાછરડાને રક્ષા માટે ઉપયોગી હોય છે. જો કોઈ તેને કે તેના વાછરડાને પરેશાન કરે તો તે સિંગથી તેના પર હુમલો કરીને ખુદને અને પોતાના વાછરડાને બચાવે છે. તેની પૂંછડી પર લાંબા વાળ હોય છે જે તે માખી અને અન્ય જંતુઓને પોતાના પરથી ભગાડવા માટે પ્રયોગ કરે છે. ગાય જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા રંગ અને આકારની હોય છે.  કેટલીક ગાય કાળી તો કેટલીક સફેદ તો કેટલીક ચિતકબરી રંગની હોય છે.  આ અનેક રીતે વર્ષોથી માનવ જીવનમાં મદદ કરી છે. ગાય અનેક વર્ષોથી આપણા જીવનને સ્વસ્થ બનાવવાનુ કારણ બની છે. માનવ જીવનને પોષિત કરવા અને ગાયની ઉત્પત્તિ પાછળ એક મહાન ઈતિહાસ છિપાયો છે.  આપણે બધા આપણા જીવનમાં તેના મહત્વ અને જરૂરિયાતને જાણીએ છીએ અને હંમેશા તેનુ સન્માન કરવુ જોઈએ. આપણે ગાયને ક્યારેય મારવુ ન જોઈએ અને તેને સમય પર યોગ્ય ભોજન અને પાણી આપવુ જોઈએ.