બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Updated : બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (16:09 IST)

Essay on Teachers Day - ટીચર્સ ડે પર નિબંધ

teachers day
Essay on Teachers Day શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે
 
શિક્ષક દિવસ  5 સેપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પણ વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.શિક્ષક દિવસના દિવસે  વિદ્યાર્થીઓ શિક્ષકોનુ સન્માન કરે છે અને જુદા જુદા કાર્યક્રમો યોજે  છે. 
 
આપણા  જીવનને શણગારવા માટે શિક્ષક એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સફળતા માટે આપણને  ઘણી મદદ કરે છે. જેમ કે આપણા  જ્ઞાન,  કૌશલના સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને આપણા જીવનને યોગ્ય આકારમાં લાવે છે. એવા આપણા નિષ્ઠાવાન શિક્ષક માટે આપણી પણ કેટલીક જવાબદારીઓ બને છે. આપણે  બધાને એક આજ્ઞાકારી વિદ્યાર્થીના રૂપમાં અમારા શિક્ષકનો દિલથી અભિનંદન કરવાની જરૂર છે અને જીવનભર નિસ્વાર્થ સેવા માટે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ નાખે છે. તેનો આભાર અને ધન્યવાદ આપવો જોઈએ. તેને ધન્યવાદ આપવા અને તેમની સાથે સમય પસર કરવાનો એક મહાન અવસર છે. શિક્ષક દિવસ . 
 
5 સપ્ટેમ્બરના રોજ  ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેઓ  શિક્ષાના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અને એક અધ્યેતા રાજનયિક ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે. ડા સર્વપલ્લી રાધાકૃષ્ણનન રાષ્ટ્રપતિ પહેલા ચેન્નઈની પ્રેસીડેંડ કૉલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક હતા.  
 
5મી  સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .
 
શિક્ષક દિવસના દિવસે શાળાઓમાં ઘણી જગ્યા બાળકો શિક્ષક બનીને ભણાવે છે અને શિક્ષકોને માનમાં જુદા- જુદા કાર્યક્રમ યોજાય છે. શિક્ષક એક એવી કડી છે જે એક નાનકડા બાળકને સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું,  વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. 
 
એક માણસના જીવનમાં સૌથી વધારે  મહત્વ શિક્ષકનું  હોય છે કારણકે શિક્ષક  જ વિદ્યાર્થીના જ્ઞાનનું એકમાત્ર સહાયક સામગ્રી  છે.