રાખી સાવંત માફી માંગે-સ્ટાર પ્લસ

રાખી સાવંતે સ્ટાર પ્લસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી...

PRP.R

જ્યારે નચ બલિયે-3ની ફાઈનલમાં આમીર અને સંજીદાની જોડીની સામે રાખી સાવંત અને તેના બોયફ્રેન્ડ અભિષેક અવસ્થીની જોડી હારી ગઈ. ત્યારે આ સમગ્ર વિવાદ ત્યારે ઊભો થયો રાખીનું માનવું છે કે તે એટલી પોપ્યુલર છે અને તેને એટલા વોટ મળ્યાં હતાં કે હારવાનો તો પ્રશ્ન જ નહતો. આ તો ચેનલવાળાને આમીર અને સંજીદાને જીતાડવા હતા માટે તેમને વીજેતા તરીકે જાહેર કર્યા.

આ બાબતે પ્રતિભાવ આપતા ચેનલના વડા કીર્તન અદ્યંથ્યાએ જણાવ્યું કે આ બધુ પ્રચાર માટે કરવામાં આવી રહ્યું છે. આ જોડી તેમના પોતાના ફાયદા માટે માધ્યમોનો ઉપયોગ કરી રહી છે. કોઈ પણ પુરાવાઓ વગર આ લોકો સ્ટારપ્લસ પર આરોપો લગાવી રહ્યાં છે. સમાચારમાં કેવી રીતે રહેવું તે માટેના આ ગતકડા છે.જ્યારે હકીકત તો એ છે કે આ તમામ બદલ રાખી અને અભિષેકે ચેનલના સત્તાવાળાઓને કે નિર્માતાઓને હજૂ સુધી કોઈ સંપર્ક કર્યો નથી પરંતુ બધુ માધ્યમો ધ્વારા પ્રદર્શિત કરી રહ્યાં છે. આ બધા ભૂતિયા આરોપો છે.
PRP.R

તેઓ પોતાની હારને પચાવી શકતા નથી. મને ખરેખર દુખ થાય છે કે સમાચારમાં રહેવા માટે તેમણે આ પ્રકારના સ્ટંટ કરવા પડે છે. આ તો બિલકુલ એવું છે કે દ્રાક્ષ ન મળે તો ખાટી. આ સમગ્ર પ્રકરણ બાબતે અમે રાખી સાવંત અને અભિષેક અવસ્થી સ્ટાર પ્લસ પાસે બિનશરતી અને જાહર માફી માંગે તેવી આશા રાખીએ છીએ.

રાખીએ આ મુદ્દે પોલિસ ફરીયાદ પણ નોંધાવી છે જેના અનુસંધાનમાં કીર્તને કહ્યું કે રાખીએ આ કેસ સ્ટાર પ્લસ વિરુદ્ધ નોંધાવ્યો નથી. પરંતુ કેટલાક એવા અજાણ્યાં લોકો સામે નોંધાવ્યો છે જેઓ સોફ્ટવેરની મદદથી વધુ વોટિંગ કરી રહ્યાં હતાં. આ કેસ અખબારી અહેવાલને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. તેમની પાસે સોફ્ટવેર બાબતે કોઈ ચોક્કસ પુરાવા નથી. આ બાબતે તો પોલિસને જ તપાસ કરવા દો. અમે તેમને પૂરતો સહકાર આપીશું.
વેબ દુનિયા|


આ પણ વાંચો :