રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : રવિવાર, 7 ઑગસ્ટ 2016 (15:59 IST)

" છોકરી વિનાનું ગામ " ગુજરાતી ફિલ્મ

" છોકરી વિનાનું ગામ " ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાત સહિત વિદેશમાં એક જ દિવસે રિલીઝ થનારી ફિલ્મ બનશે












 
 આપણો સમાજ આજે એવી પરિસ્થિતીમાં પસાર થઈ રહ્યો છે જ્યારે તેને જાગૃત કરવાની અથાક મહેનત થઈ રહી છે. ત્યારે એક સ્ત્રીનું મહત્વ સ્ત્રીની ગેરહાજરીમાં જ સમજાય એ સંદેશો ગુજરાતી ફિલ્મ છોકરી વિનાનું ગામમાં આપવામાં આવ્યો થે,  એક ગામમાં છોકરી નથી એ છોકરીના સપનાં જોતાં ગામના યુવાનો શું અનુંભવે છે તે બાબત ફિલ્મમાં કોમેડી સ્વરૂપે બતાવવામાં આવી છે.  ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં પહેલી વાર એવું બનશે કે કોઈ ફિલ્મ ગુજરાતની સાથે વિદેશોમાં એક જ દિવસે રીલિઝ કરવામાં આવી હોય.  ત્યારે આ ફિલ્મ હવે ગુજરાત સહિત અમેરિકા અને કેનેડામાં એક જ દિવસે એટલે કે 19 ઓગષ્ટે રિલીઝ કરવામાં આવી રહી છે. જે એક ઈતિહાસમાં સ્થાન પામી શકે એવી બાબત બની જશે.
 
આ ફિલ્મના દિગ્દર્શક રાજુ ભટ્ટ જેમણી ત્રણ ફિલ્મો હાલ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચૂકી છે. રાજુભાઈ અર્બન અને રૂરલ ફિલ્મો અંગે જણાવે છે કે કોઈપણ ફિલ્મ રૂરલ કે અર્બન નથી હોતી, તે એક મુદ્દા સાથે સંકળાયેલી હોય છે.જેમાં એક સંદેશો હોય છે. આજે માર્કેટમાં 60થી વધુ કોમેડી ફિલ્મો બની રહી છે. એટલે એવું નથી કે લોકો માત્ર કોમેડીને જ પસંદ કરે છે પણ જો મુદ્દો સારો હોય તો લોકો પારિવારિક અને સામાજિક ફિલ્મો પણ જોવા જાય છે. તેમ આ છોકરી વિનાનું ગામ ફિલ્મ એક ગંભીર મુદ્દા સાથે સંકળાયેલી છે. આ મુદ્દો લેખક કાર્તિકેય ભટ્ટે જ્યારે નાટકો દ્વારા વિજાપુર તાલુકાની શાળા કોલેજો અને આજુબાજુના ગામડાઓમાં રજુ કર્યો, તેમણે આશરે આ નાટકના 25 શો કર્યાં, ત્યારે લોકોને તે નાટક એટલી હદે આકર્ષિ ગયું કે લોકો વારંવાર આ નાટકના શો કરવા માટે તેમને આમંત્રિત કરતાં હતાં.
 
ફિલ્મના નિર્માતા જિજ્ઞેશ શાહ કહે છે કે હું જ્યારે ફિલ્મ બનાવવાની વાત કરતો હતો ત્યારે અમારી ફિલ્મના લેખક કાર્તિકેય ભટ્ટે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ફિલ્મમાં પ્રોડ્યુસર ક્યારેય કમાઈ શકતા નથી. તેમણે અમને અંધારામાં રાખ્યા વિના તમામ બાબતો જણાવી હતી. તે છતાંય અમે આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો અને હવે આ ફિલ્મ આગામી 29 જુલાઈએ રિલીઝ કરી રહ્યાં છીએ. તેમણે ફિલ્મના બજેટ અંગે કહ્યું હતું કે આ ફિલ્મમાં 1 કરોડ રૂપિયા જેટલું બજેટ વપરાયું છે. જે લોકો ફિલ્મ જોશે તેઓ ચોક્કસ સારૂ મનોરંજન અને સારો સંદેશો મેળવશે. તો ફિલ્મની કથા વસ્તુ ભલે ગંભીર મુદ્દાને રજુ કરતી હોય પણ આ મુદ્દો તો છેવટે આપણા સમાજનો છે, જેને સમાજમાં જાગૃતિ લાવવા માટે ફિલ્મ રૂપે રજુ કરવામાં આવ્યો છે. તો હવે અમેરિકા અને કેનેડાના આપણા ગુજરાતી એનઆરઆઈ ભાઈબહેનો આ ફિલ્મ જોઈને સમાજમાં જાગૃતિ લાવવા માટે આગળ આવે તે પણ ખૂબ જરૂરી છે. આ ફિલ્મ ગુજરાત સહિત અમેરિકા અને કેનેડામાં એક જ દિવસ એટલે કે 19 ઓગષ્ટના રોજ રીલિઝ થઈ રહી છે.