ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Updated : શુક્રવાર, 4 નવેમ્બર 2016 (14:08 IST)

લવારી - સંપૂર્ણ પારિવારિક અને કોમેડી ફિલ્મ

ફિલ્મ - લવારી
દિગ્દર્શક - રાહુ થુમ્મર
લેખક -  સંજય પ્રજાપતિ
પ્રોડક્શન - ગ્રીન ફિલ્મ પ્રા, લિ
સ્ટાર કાસ્ટ - એશ્વર્યા દુશાણે, હર્ષિદા પાણખાણીયા, ધરિતી પટેલ, રોહન પટેલ, મનદિપ સિંહ, સનજીત ધુરી, સચિન સોની
સંગીત - મીર
ગાયક -  ઓસમાણ મીર અને મોહિત 
રેટિંગ - 3.5/5 

અર્બન ગુજરાતી ફિલ્મોનો વાયરો હાલમાં ખુબ ચાલ્યો છે. એક પછી એક અલગ-અલગ વિષયો ધરાવતી  ગુજરાતી ફિલ્મો આવી રહી છે. કોઇ વધુ પડતી અને સતત વાતો કરતું હોય તો આપણે એને કહીએ છીએ કે હવે તારી લવારી બંધ કર. રૂટીનમાં વપરાતા આ શબ્દને હવે ફિલ્મનું ટાઇટલ આપ્યું છે. નિર્દેશક તરીકે પોતાની પહેલી ફિલ્મ બનાવનારા રાહુ ઠુમ્મરે આ ફિલ્મની વિગતો આપી હતી.

'લવારી' ફિલ્મની ટિકિટ બુક કરવા ક્લિક કરો 

આજે ગુજરાતી ફિલ્મો પ્રત્યે દર્શકોનું આકર્ષણ વધ્યું છે ત્યારે દર્શકોને વધુને વધુ સારી મનોરંજક અને પારિવારીક ફિલ્મો મળતી રહે તેવો અમારો પ્રયાસ આ ફિલ્મ થકી છે.  ફિલ્મની કહાની વિશે જોઈએ તો યુવાનોને ધ્યાને રાખીને બનાવાયેલી આ ફિલ્મ સમગ્ર પરિવાર સાથે બેસીને નિહાળી શકાય તેવી છે. ફિલ્મ ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. જેમના જીવનનો મંત્ર છે-નારી, યારી અને લવારી. આજની યુવા પેઢીના છોકરા અને છોકરીઓ વચ્ચેના પ્રેમ, ઝઘડા, ગુસ્સો અને પાગલપન એવા જીવનના અનેક પાસાઓને ફિલ્મમાં સમાવી લેવાયા છે.

આ એક કોમેડી ફિલ્મ છે.   ફિલ્મમાં બે ગીતો છે જે ઓસ્માણ મીર અને મોહિત ગોરએ ગાયા છે. ઓસમાણ મીરે શેડ ફોક સોંગ-મોજમાં રેવું રે...અને મોહિતે હિન્દી રોમાન્ટીક ગીત માંગી દૂઆ તેરે લીયે ગાયું છે. ટી-સિરીઝ આ ફિલ્મથી પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ સાથે જોડાયું છે.  ફિલ્મમાં સંજીત ધૂરી, રોહન પટેલ, પ્રિતી પટેલ, મનદીપસિંઘ, બસરાન, હર્ષિદા પાણખાણીયા, સંજીત ધૂરી અને ઐશ્વર્યા દુશાને મુખ્ય ભૂમિકા નિભાવી છે.  આ ફિલ્મ એવો સંદેશો આપે છે કે તમે જીવનમાં ભલે તમારી ગર્લફ્રેન્ડ, પત્નિ કે બીજા જોડીદાર સાથે ઝઘડીને અલગ પડો...પણ છેલ્લે તો એ જ તમારી સાથે આવીને ઉભા રહેશે. સંજીત ધૂરી મરાઠી છે. તે હાલ ગુજરાતી, મરાઠી, અંગ્રેજી નાટકોમાં કામ કરે છે. તેણે એક મરાઠી તથા ચાપેકર બ્રધર નામની હિન્દી ફિલ્મ પણ કરી છે. લવારી તેની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. હર્ષિદા પાણખાણીયાએ આ ફિલ્મમાં  પરિણીત યુવતિનું પાત્ર ભજવ્યું છે. ઐશ્વર્યા દૂશાનેએ ફિલ્મમાં નવપરિણીત યુવતિનો રોલ નિભાવ્યો છે. તે મુળ મુંબઇના છે અને અગાઉ રોમ-કોમ ફિલ્મમાં કામ કરી ચુકયા છે.  તેણે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે પણ કામ કર્યુ છે. આ ફિલ્મમાં લોકોને એક સિચ્યુએશન કોમેડી જોવા મળશે. તે ઉપરાંત તેમાં ઓસમાણ મીર તથા મોહિતના અવાજમાં મીઠું સંગીત પણ સાંભળવા મળશે. અભિનય અને દિગ્દર્શન મજબૂત છે. બાકી ફિલ્મની સફળતા તો દર્શકો જ નક્કી કરે છે.