બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Updated: મંગળવાર, 19 નવેમ્બર 2019 (13:04 IST)

ગુજરાતી ફિલ્મ તુ તો ગયો દર્શકોને નારાજ કરશે, ખાસ કોમેડી સિવાય કંઈજ નથી, સંગીત પણ ઠીક ઠાક છે

બૈનર - શંકુ એંટરટેઈનમેંટ 
નિર્માતા - શંકુ એંટરટેઈનમેંટ 
નિર્દેશક - ધવાની ગૌતમ  
સંગીત -  દર્શન રાવલ, રાહુલ મુંજારિયા, રિશી-સિધ્ધાર્થ
કલાકાર - ધર્મેશ વ્યાસ, તુષાર સાધુ, નિલય પટેલ અને રોનક કામદાર 
સેંસર સર્ટિફિકેટ - યૂએ *2 કલાક 22 મિનિટ 26 સેકંડ્સ 
રેટિંગ - 2/5 
 શંકુઝ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા નિર્માણ કરવામં આવેલી ફિલ્મ તુ તો ગયો આજે રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઘ્વની ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ દર્શકોને ગમશે કે કેમ એ અંગે તો દર્શકો જ જણાવી શકે પરંતું આ ફિલ્મ એક ફિલ્લમ કોમેડી  જેની વાર્તા ૪ મિત્રો હર્ષ, રોની, સુમિત અને કિશોર અંબાણીના જીવનની આસપાસ આકાર લે છે. હર્ષ પોતાની મસ્તીમાં મસ્ત રહેનારો આજનો પુરૃષ છે. જે સ્ત્રીઓને પોતાની આસપાસ ફેરવે છે.

'તુ તો ગયો' ફિલ્મની ટિકિટ બુક કરવા માટે ક્લિક કરો 

હર્ષ તેની પ્રેમિકા આયેશા સાથે સગાઈ કરી લે છે. પરંતુ બન્ને વચ્ચે સબંધોમાં તિરાડ પડતા સગાઈ તૂટવાની અણી પર આવી જાય છે. આ સમયે આયેશાને મેળવવા હર્ષ તેના ત્રણ મિત્રોની મદદ લે છે. અહીંથી ફિલ્મની પટકથા નવો વળાંક લે છે. વધુમાં આખી ફિલ્મમાં દર્શકોને થ્રિલ, હ્યુમર, ડ્રામા, એક્શન, સસ્પેન્સ અને કોમેડીની ભરમાર જોવા મળશે. ફિલ્મનું શુટીંગ અમદાવાદ અને બેંગકોક તેમજ ઈટાલીમાં કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મનું મ્યુઝિક દર્શન રાવલ, રાહુલ મુંજારિયા, રિશી-સિધ્ધાર્થ અને ગાયન દિવ્યા કુમાર, દર્શન રાવલ, અક્સા સિંઘ તથા રીતુ રાજે આપ્યું છે. જ્યારે ફિલ્મના બે ગીતો બેંગકોક અને ઈટાલીમાં શુટ કરવામાં આવ્યા છે. દિગ્દર્શનમાં ફિલ્મ ખાસો માર ખાઈ ગઈ છે. ભલે આ ફિલ્મ ઓવરસીઝ લોકેશન પર શૂટ થઈ હોય પણ અભિનયની દ્રષ્ટિએ ચારેય મુખ્ય લીડ રોલ કરનારા કેરેક્ટર થોડા ઢીલા પડ્યા હોય એમ લાગે છે.  દર્શન રાવલ જેવા ઉગતા કલાકારે આ ફિલ્મમાં સંગીત, ગાયન અને ગીતકાર એમ ત્રણ પ્રકારની ભૂમિકા અદા કરી છે.ફિલ્મના નિષ્ણાંતોના મતે આ ફિલ્મ ભલે અર્બન મુવી હોય પણ તેમાં દર્શકોના મનોરંજન માટે કંઈજ નથી.  સિનેમામાં માત્ર એકના એક થીમની કોમેડીથી દર્શકો હેરાન થઈ શકે છે એવું ફિલ્મ નિષ્ણાંતો પણ કહી રહ્યાં છે.