શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આરોગ્યપ્રદ - સ્નાયુને મજબૂત કરે છે પાલક

P.R
એક નવા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે પોતાના હાથને હૃષ્ટપુષ્ટ અને સ્નાયુઓને મજબૂત બનાવવાની ઇચ્છા ધરાવતા લોકોએ પોતાના આહારમાં પાલકનો સમાવેશ અચૂક કરવો જોઇએ.

સ્વીડનની કારોલિંસ્કા સંસ્થાના સંશોધકોનું કહેવું છે કે પાલકમાં રહેલા અજૈવિક નાઇટ્રેટના કારણે તેના સેવનથી સ્નાયુઓ ઘણાં મજબૂત બને છે.

સમાચાર પત્ર 'ડેલી મેલ' અનુસાર સંશોધકો પાલકની આ ખાસિયત જાણ્યા બાદ એ વાતનો અભ્યાસ કરી રહ્યાં છે કે તેને નબળા સ્નાયુઓ ધરાવતા પીડિતોની મદદ માટે કેવી રીતે વાપરી શકાય.

આ સંશોધન સાથે જોડાયેલા સંશોધક ડૉ. આંદ્રેઝ હર્નાનદેઝનું કહેવું છે કે ઉંદરો પર થયેલા પરીક્ષણમાં એ વાત સાબિત થઇ ચૂકી છે કે બહુ જલ્દી આ અંગે મનુષ્યો પર પણ અભ્યાસ કરવામાં આવશે. ટૂંકમાં ઉપરનો અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો હતો.