1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. સેક્સ લાઈફ
Written By

આરોગ્ય સલાહ - સેક્સ પાવર વધારવા શુ ખાશો ?

sex life- how to increase sex power
ભાગદૌડવાળી જીવનશૈલીને કારણે લોકો પોતાના ખાનપાન પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી શકતા, પરિણામે તેઓ અનેક બીમારીઓનો શિકાર બને છે. આવામાં તેમની સેક્સ ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ પડે છે. સેક્સના મામલામાં લોકોએ ઉચિત આહાર લેવો જરૂરી છે. વિટામિન ઈની ઉણપને કારણે પણ સેક્સ ક્ષમતા ઓછી થવાની સંભાવના વધી જાય છે. સેક્સ ક્ષમતા વધારવા માટે યોગ્ય આહારની આવશ્યકતા ઘણી છે. જાણીએ, વ્યક્તિમાં સેક્સ ક્ષમતા વધારનારા આહારો વિષે...

- સેક્સ ક્ષમતા વધારવા માટે મધ અને પલાળેલી બદામ કે કિશમિશને દૂધમાં મિક્સ કરીને દરરોજ પીઓ, અચૂક ફાયદો થશે.

- લીલા શાકભાજી અને છોતરાંવાળી દાળનું રોટલી સાથે સેવન કરો. રોટલી માખણ કે મલાઈની સાથે લો.

- ભોજનમાં સલાડનો ભરપૂર ઉપયોગ કરો અને ડુંગળી, લસણ તથા આદુંનું સંતુલિત સેવન કરો.

- સેક્સ પાવરને વધારવા માટે કે યથાવત રાખવા માટે પ્રાકૃતિક ભોજનનું સેવન કરવું જોઇએ. જેમ કે અનાજ, તાજા શાકભાજી, સલાડ, પોલિશ કર્યા વગરના ચોખા, તાજા ફળો, સૂકા મેવા, ફણગાવેલા અનાજ, દૂધ, ઘી, ઈંડા તથા સી-ફૂડ.

- શાકાહારી ભોજન લેવાથી સેક્સની ક્ષમતા વધારવામાં મદદ મળે છે. તેમાં તમે દાળ, અનાજ, દૂધમાંથી બનેલા પદાર્થો લઇ શકો છો.

- તમામ સંશોધનો પરથી સાબિત થઇ ચૂક્યું છે કે માંસાહારી વ્યક્તિની સરખામણીએ શાકાહારી વ્યક્તિ વધુ પ્રભાવી રૂપે સેક્સ કરવા સક્ષમ હોય છે.

- સેક્સ ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે પ્રોટીન અને વિટામિન બહુ મદદગાર સાબિત થાય છે. માટે તમારા ભોજનમાં પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો લેવા જોઇએ જેનાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ જળવાઇ રહે.

- વધુ માત્રામાં પ્રોટીન લેવા માટે ઈંડા અને માછલીનું સેવન કરી શકો છો.

- ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, પિઝા, બર્ગરનું સેવન જો નિયમિત કરવામાં આવે તો સેક્સ ઊર્જામાં ઉણપ સર્જાય છે. આવામાં આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું.

- સેક્સ ક્ષમતા વધારવા પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જરૂરી છે. માટે તળેલો, મસાલેદાર અને ચરબીયુક્ત આહાર લેવાનું ટાળો. આનાથી તમારી સેક્સલાઇફ તો સ્વસ્થ બનશે જ સાથે તમે વધારાનો કોલેસ્ટ્રોલ વધતો પણ રોકી શકશો જે અનેક બીમારીઓનું મૂળ છે.

- ડાયટિંગ કરવું, ઉપવાસ રાખવા વગેરેને કારણે તમે પૂરતી કેલરી લઇ શકતા નથી આવામાં તમારામાં નબળાઇ આવી જાય છે. જેનાથી સેક્સ દરમિયાન તમારામાં ઊર્જાની ઉણપ સર્જાવા લાગે છે અને તમે બીમાર પડી શકો છો. આવામાં દિવસમાં 2000 કેલરીયુક્ત ભોજન અચૂક લો. આનાથી તમે સ્વસ્થ પણ રહેશો