ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

મિનિટોમાં ગાયબ થશે સાંધાનો દુ:ખાવો, આ છે રામબાણ ઈલાજ

શિયાળામાં સાંધાન દુખાવાની સમસ્યા સામાન્ય રીતે બધે જ સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે.  સાંધાનો દુખાવો શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. આ દુખાવો ઘૂંટણ, કોણી, ગરદન, બાજુ અને નિતંબ પર હોઈ શકે છે. લાંબા સમય સુધી કોઈ એક સ્થાન પર જ બેસ્યા રહેવાથી, મુસાફરી કરવાથી ઘૂંટણ અકડાય જાય છે અને દુખાવો થવા માંડે છે.  આને જ સાંધાનો દુખાવો કહે છે.  જો યોગ્ય સમય પર તેની સારવાર ન કરી તો આ ગઠિયાનુ રૂપ લઈ શકે છે. સાંધાના દુખાવુ કારણ ખોટુ ખાનપાન પણ છે. હાડકામાં મિનરસ્લની કમી અને વધતી વય પણ તેનુ એક કારણ હોઈ શકે છે. 
 
સાંધાનો દુખાવો થવાના લક્ષણ 
 
- ઉભા થવા, ચાલવા અને હલતા ડુલતા સમયે થતો દુખાવો 
- સોજા અને અકડન 
-ચાલતી વખતે ઘૂંટણ પર અટકન લાગવી 
- સવારના સમયે સાંધામાં અકડન થવી 
 
દુ:ખાવાનો આયુર્વૈદિક ઈલાજ 
 
સાંધાના દુખાવાને ઠીક કરવા માટે તમને ઘણા બધા મસાજર, તેલ વગેરે માર્કેટમાં મળી જશે. પણ પૈસાની ખૂબ બરબાદી કર્યા પછી પણ સાંધાનો દુખાવો દૂર નથી થતો. આને બદલે તમે કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવશો તો આ દુખાવાથી તમને જલ્દી રાહત મળશે. 
 
આ નુસ્ખાને તમારા ચિકિત્સકની સલાહ વગર ન અપનાવશો. 
 
સામગ્રી - 10 ગ્રામ કાળી અડદની દાળ, 4 ગ્રામ આદુ(વાટેલો), 2 ગ્રામ કપૂર (વાટેલો), 50 મિ.લી સરસવનુ તેલ. 
 
બનાવવાની રીત - કાળી આખી અડદની દાળ, આદુ, કપૂરને સરસવના તેલમાં 5 મિનિટ સુધી ગરમ કરો પછી ત્રણેય વસ્તુઓને ગાળીને તેલમાંથી બહાર કાઢી લો. આ કુણા તેલથી સાંધાની મસાજ કરો. જલ્દી જ સાંધાના દુખાવાથી રાહત મળશે.  આવુ દિવસમાં 2 થી 3 વાર કરો. 
 
આ ઉપરાંત તમે આ નુસ્ખા પણ અપનાવી શકો છો. 
 
- જામફળના 4-5 કોમળ પાનને વાટીને તેમા થોડુ સંચળ મિક્સ કરી રોજ ખાવ. તેનાથી દુખાવાથી રાહત મળશે. 
- કાળા મરીને તલના તેલમાં બળતા સુધી ગરમ કર અને ઠંડુ થતા એ જ તેલથી સાંધાની માલિશ કરો. 
- ગાજરને વાટીને તેમા થોડો લીંબુનો રસ મિક્સ કરીને રોજ સેવન કરો. 
- કાળા મરીને તલના તેલમાં બળતા સુધી ગરમ કરો અને ઠંડુ થતા એ જ તેલથી સાંધાની માલિશ કરો. 
- ગાજરને વાટીને તેમા થોડો લીંબૂનો રસ મિક્સ કરીને રોજ સેવન કરો. 
- દુખાવાના સ્થાન પર એરંડીનુ તેલ લગાવીને ઉકાળેલા વેલના પાનને ગરમ ગરમ બાંધો તેનાથી પણ તરત રાહત મળશે. 
- 2 મોટી ચમચી મધ અને 1 નાની ચમચી તજ પાવડર સવાર સાંજ એક ગ્લાસ ગરમ પાણી સાથે લો. 
- સવારના સમયે સૂર્ય નમસ્કાર અને પ્રાણાયમ કરવાથી પણ સાંધાના દુખાવાથી છુટકારો મળે છે. 
- 1 ચમચી મેથીના બીજ આખી રાત પાણીમાં પલાળીને મુકો. સવારે અપણી કાઢી લો અને મેથીના બીજ સારી રીતે ચાવીને ખાવ. 
- સાંધાના રોગી 4-6 લીટર પાણી પીવાની ટેવ નાખો. તેનાથી મૂત્રદ્વાર દ્વારા યૂરિક એસિડ બહાર નીકળતુ રહેશે. 
 
ધ્યાન રાખો - કોઈ પણ નુસ્ખા અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.