શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 6 ડિસેમ્બર 2020 (16:38 IST)

Health Tips- સવારે ઉઠતા જ ચા પીવો છો તો આટલુ જરૂર વાંચી લો-10 નુકશાન

ચા જે ભારતને અંગ્રેજોની દેન છે. પહેલા તો લોકો આના વિશે જાણતા પણ નહોતા પણ આજે લોકો ઘરે આવેલ મહેમાનને સૌ પહેલા ચા માટે જ પૂછે છે.  કેટલાક લોકો ઓફિસમાં થાક દૂર કરવા માટે આખો દિવસ ચા લે છે.  અહી સુધી કે ઉપવાસમાં પણ ચા લે છે. કોઈ પણ ડોક્ટર પાસે જશો તો તે દારૂ, સિગરેટ, તંબાકૂ છોડવા કહેશે. પર ચા નહી. કારણ કે તેઓ પણ પોતે તેના ગુલામ છે. પણ કોઈ સારા વૈદ્યની પાસે જશો તો તે પહેલા સલાહ આપશે કે ચા ન પીશો.  ચા નું સેવન કરવાથી શરીરમાં રહેલા વિટામિન્સ ખતમ થાય છે. તેના સેવનથી સ્મરણ શક્તિમાં દુર્બળતા આવે છે. આવો જાણીએ ચા વિશે... 
 
1. દૂધથી બનેલી ચા નું સેવન પાચન ક્રિયા પર ખરાબ અસર નાખે છે અને જો તમે આ સાથે જ થોડુ નમકીન ખાઈ રહ્યા છો તો તેનાથી ખરાબ કશુ નથી. આનાથી ત્વચા રોગ પણ થાય છે. 
2. ચા માં કૈફીનની ખૂબ માત્રા હોય છે. જે લોહીને દૂષિત કરવા સાથે શરીરને નબળુ પણ કરે છે. 
3. જે લોકો ચા ખૂબ પીવે છે તેમના આંતરડા ખરાબ થઈ જાય છે અને કબજિયાત ઘર કરી લે છે. 
4. ચા પીવાથી લોહી ગંદુ થઈ જાય છે અને ચેહરા પર લાલ ફોલ્લીઓ નીકળી આવે છે. 
5. ચા પીવાથી કેંસર થવાની શક્યતા પણ રહે છે. 
6. રેલવે સ્ટેશનો કે ટી સ્ટોલ પર વેચનારી ચા નુ સેવન જો ન કરો તો સારુ થશે કારણ કે આ વાસણોને સાફ કર્યા વગરે અનેકવાર તેમા જ ચા બનાવતા રહે છે જે કારણે અનેકવાર ચા ઝેરીલી થઈ જાય છે. 
7. ભૂલથી પણ વધુ સમય સુધી થર્મસમાં મુકેલી ચા નુ સેવન ન કરો. 
8. ચા પત્તીને ઓછી ઉકાળો અને એકવાર ચા બની જતા વાપરેલી ચા ફેંકી દો. 
9. ચા ના દરેક કપ સાથે કે કે વધુ ચામ્ચી ખાંડ લેવામાં આવે છે જે વજન વધારે છે. 
10. ચા થી ભૂખ મરી જાય છે. મગજ સુકાવવા માંડે છે અને ઊંઘ પણ ઓછી થઈ જાય છે.