તાંબાના વાસણમાં પાણી પીવાના 10 આરોગ્યદાયક ફાયદા

drinking water
Last Updated: શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (12:02 IST)
તાંબાની ધાતુને શુદ્ધ માનવામાં આવે છે તેમા પાણી પીવાથી પાનીમાં રહેલા કીટાણુ ખતમ થઈ જાય છે અને આ આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે.
અનેક ડોક્ટર પણ લોકોને તેમા પાણી પીવાની સલાહ આપે છે. આવો જાણીએ તેમના આરોગ્ય સંબંધી હોવા વિશે..

1. - શરીરમાં કોપરની કમી થવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જો રોજ તાંબાના વાસણમાં પાણી પીવામાં આવે તો તેનાથી શરીરમાં કોપરની કમીને પૂરી થઈ જાય છે અને બીમારી પેદા કરનારા બેક્ટેરિયાથી સુરક્ષા આપે છે.

2. બેક્ટેરિયાને ખતમ કરે - તાંબાના વાસણમાં પાણી પીવાથી ડાયેરિયા, કમળો જેવી બીમારીઓ પેદા કરનારા બેક્ટેરિયાને ખતમ કરે છે.

3. ઓર્થરાઈટિસની સમસ્યા - તાંબામાં એંટી-ઈંફ્લેમેટરી જેવા તત્વો રહેલા હોય છે. જે શરીરમાં કોઈ પણ પ્રકારનો સોજો, દુ:ખાવો અને અકડનથી છુટકારો મળી જાય છે. તેનાથી આર્થરાઈટિસની સમસ્યાથી પણ મુક્તિ મેળવી શકાય છે.

4. કેંસરથી રોકથામ - અમેરિકાની એક કેંસર સોસાયટી મુજબ તેમા પાણી પીવાથી કેંસર જેવા ભયાનક રોગને શરૂઆતમાં જ રોકી શકાય છે.

5. પેટ માટે લાભકારી - આનો રોજ ઉપયોગ કરવાથી પેટની ગેસ, એસીડીટી અને કબજિયાત જેવી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

6. લિવર અને કિડની - તાંબાનુ પાણી શરીરમાં કોઈપણ પ્રકારના ઈંફેક્શનને દૂર કરે છે. આ લિવર અને કિડનીને પણ સ્વસ્થ રાખે છે.

7. એનિમિયામાં અસરદાર - એનિમિયાના રોગીને તાંબાના વાસણમાં પાણી પીવાથી લાભ મળે છે.


8. ચમકદાર ત્વચા - આ ફોલ્લી, ગુમડાં, ખીલ અને ત્વચા સંબંધી રોગને થવા દેતુ નથી. જેનાથી તમારી ત્વચા ચોખ્ખી અને ચમકદાર જોવા મળે છે.

9. પાચનતંત્ર મજબૂત - રાત્રે તાંબાના વાસણમાં પાણી મુકીને સવારે પીવાથી પાચન ક્રિયા ઠીક થાય છે અને આ શરીરમાં જામ ફેટને ઓછો કરવામાં મદદરૂપ છે.

10. બ્લડપ્રેશર કંટ્રોલ - આ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં મુકીને બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને હાર્ટ એટેકનું સંકટને પણ ઘટે છે.


આ પણ વાંચો :