બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (11:27 IST)

Dinner Time- રાત્રિભોજન કરવાનો યોગ્ય સમય કયો છે

Benefits Of Having Dinner Before Sunset: જો તમે પણ ભોજન મોડેથી કરો છો તો ધ્યાન રાખો કે આ ખૂબ ખતરનાક થઈ શકે છે. આ તમારા પાચનતંત્રને બગાડશે જ નહીં, પરંતુ અન્ય ઘણી બીમારીઓ પણ તમને ઘેરી લેશે. તેથી, સાંજે 7:00 થી 9:00 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરો. 
 
હેલ્થ એક્સપર્ટા જણાવે છે કે 6 થી 8 ના વચ્ચે સૂવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા ભોજન કરવાની સલાહ આપે છે. એક્સપર્ટા પણ કહે છે કે વર્કિંગા લોકો માટે 6 થી 8 વાગ્યા વચ્ચે જમવુ મુશ્કેલ થઈ શકે છે એવી સ્થિતિમાં તમે સૂવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા જમી લેવુ જોઈએ. 
 
ભોજન કર્યા પછી, ઓછામાં ઓછા અડધો કલાક અથવા 20 મિનિટ ચાલો. આનાથી તમારું પાચન સારું થશે, તમારી ઊંઘમાં સુધારો થશે અને તમે તમારું વજન પણ નિયંત્રિત કરી શકશો.
 
તે જ સમયે, જો કોઈ વ્યક્તિ મોડી રાત્રે 12 વાગ્યે ડિનર કરે છે, તો તેની પાસે ફરવા માટે સમય નથી. આ પાચનક્રિયાને અસર કરે છે. જો ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થાય તો તે તમારા શરીરમાં ચરબીના રૂપમાં જમા થવા લાગે છે. તેનાથી તમારી સ્થૂળતા પણ વધે છે.
 
મોડી રાત્રે ખોરાક ખાવાથી તમારું મેટાબોલિઝમ પણ યોગ્ય રીતે કામ કરતું નથી અને જ્યારે મેટાબોલિઝમ કામ કરતું નથી ત્યારે કેલરી બર્ન થતી નથી. આ રીતે તમારું વજન વધવાનું શરૂ થાય છે.
રાત્રિભોજન કરવાનો યોગ્ય સમય કયો છે