1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 27 માર્ચ 2023 (09:10 IST)

યુરિક એસિડને કંટ્રોલ કરવામાં કારેલાનો નથી કોઈ મુકાબલો, વધેલી શુગરને પણ કરે છે કંટ્રોલ

karela uric acid
વર્તમાન સમયમાં દેશમાં લોકો મોટાભાગે જીવનશૈલી સંબંધિત બીમારીઓથી પીડિત છે. જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા અને અન્ય રોગો. આમાંનો એક રોગ છે યુરિક એસિડ. વાસ્તવમાં, શરીરમાં પ્યુરિન તૂટી જવાથી યુરિક એસિડ બને છે. તે લોહીની મદદથી કિડની સુધી પહોંચે છે  આમ તો  યુરિક એસિડ શરીરમાંથી પેશાબ દ્વારા વિસર્જન થાય છે. પરંતુ જ્યારે તે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નથી આવતું ત્યારે આપણા શરીરમાં તેની માત્રા વધવા લાગે છે. જેના કારણે શરીરના સાંધામાં દુખાવો થાય છે અને ઉઠવા-બેસવામાં ઘણી તકલીફ થાય છે. યુરિક એસિડના કારણે હ્રદયરોગ, હાઈપરટેન્શન, કિડની સ્ટોન અને આર્થરાઈટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. એટલા માટે સમયસર તેને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, તમે તેને નિયંત્રિત કરવા માટે કારેલાના રસનું સેવન કરી શકો છો. આ રોગમાં તેનો રસ ખૂબ જ ફાયદાકારક છે.
 
કારેલાનું સેવન યુરિક એસિડમાં ફાયદાકારક છે
ઔષધીય ગુણોથી ભરપૂર કારેલામાં એવા તત્વો હોય છે જે યુરિક એસિડ તેમજ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. એક ગ્લાસ કારેલાના રસમાં યુરિક એસિડને કુદરતી રીતે ઘટાડવામાં અદ્ભુત ગુણ રહેલા છે. કારેલામાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન સીની સાથે સારી માત્રામાં કેલ્શિયમ, બીટા કેરોટીન અને પોટેશિયમ હોય છે. આ તત્વો ગાઉટ (ગાંઠિયો)  સામે લડવામાં મદદ કરે છે.
 
ડાયાબિટીસમાં પણ અસરકારક છે
કારેલાને ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારેલામાં વિટામિન એ, સી, વિટા-કેરોટીન અને અન્ય ખનિજો અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે તે ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે અને વધતા સુગર લેવલને નિયંત્રિત કરે છે.
 
આ રીતે કરો કારેલાનો ઉપયોગ 
તમે દરરોજ સવારે ખાલી પેટ અડધો કપ કારેલાનો રસ પી શકો છો. કડવાશ દૂર કરવા માટે, તમે થોડું કાળું મીઠું અથવા લીંબુ ઉમેરી શકો છો. આને પીવાથી ગાઉટ, આર્થરાઈટિસમાં ફાયદો થાય છે. જો તમે ઈચ્છો તો જ્યુસ સિવાય તમે વિવિધ પ્રકારના કારેલાના શાક બનાવીને ખાઈ શકો છો. કારેલાને સારી રીતે ધોઈ લો. આ પછી, તેને કાપીને છાયામાં સૂકવી દો. આ પછી તેને પીસીને પાવડર બનાવી લો. રોજ સવારે અડધીથી એક ચમચી પાણી સાથે પીવો.