ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 26 મે 2017 (11:24 IST)

Health Care - ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા પહોંચાડે છે આ 3 ફાયદા

તમે  હમેશા સાંભળ્યું હશે કે ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા ખાવાની સલાહ અપાય છે. મેથી દાણા ડાયાબિટીસના દર્દીઓને ત્રણ રૂપમાં ફાયદા પહોંચાડે છે આવો જાણી એના વિશે. 
1. બ્લડ ગ્લૂકોઝ લેવલ ઘટાડે - 
ન્યૂટ્રીશન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ મેથી દાણાનો હાઈપોગિલસેમિક પ્રભાવ ઘુલનશીલ ફાઈબરના કારણે છે. જે ડાઈજેશનને ધીમું કરવા ઉપરાંત ગેસ્ટ્રોંટેસ્ટિનલ ટ્રેક્ટથી ગ્લૂકોઝનું  અવશોષણ પણ ઓછું કરે છે. મેથી દાણામાં ટ્રાગોનેલાઈન નામના એક તત્વ પણ હોય છે.  જે ઈંસુલિન સેંસીટીવિટી વધારે છે અને બ્લ્ડ ગ્લૂકોઝ લેવલ ઓછું કરે છે. 

2. એંટઈઓક્સીડેંટ એક્શન  વધારે 
મેથી દાણામાં પોલિફિનોલ અને ફ્લેનોનાઈડ પણ હોય છે જે એંટીઓકસીડેંટ એકશન ઝ્ડપી કરે છે. જેના કારણે કોલેસ્ટટ્રોલ અને ટ્રાઈગ્લાઈસેરાઈડ લેવલ ઓછું હોય છે. મેથી દાણા આંતરડામાં એવો પ્રભાવ ઉત્પન્ન કરે છે જેનાથી લિપિડ અને ગ્લોકોઝનું  અવશોષણ ઓછું થઈ જાય છે. એમાં 48% ફાઈબર અને 26 % પ્રોટીન હોય છે આથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે. 

3. ડાયાબિટીસનું સંકટ  ટાળે 
જો તમે બાર્ડર લાઈનમાં છો એટલે કે તમને પ્રીડાયાબિટીસ છે  અને જો તમે તમારી ડાયેટ પર ધ્યાન નહી આપો  તો 2-3 વર્ષમાં ડાયાબિટીસ થઈ શકે છે. પણ જો તમે દરરોજ 10 ગ્રામ મેથી ખાવ છો તો આ 2-3 વર્ષની અવધિને વધારી શકો છો. એના હાઈ અલ્કાલાઈડ તત્વ સીરમ ઈંસુલિન લેવલ વધારે છે. એના હાઈ અલ્કાલાઈડ તત્વ સીરમ ઈંસુલિન લેવલ વધારે છે.  અને એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. જેનાથી બ્લડ ગ્લૂકોઝ  લેવલ પર કંટ્રોલ કાયમ બનાવી રાખે  છે.