સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 14 એપ્રિલ 2021 (16:54 IST)

Navratri 2021 Fasting Rules - નવરાત્રિ દરમિયાન ઉપવાસ દરમિયાન આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો, તમને નબળાઇ નહીં લાગે

Chaitra Navratri 2021 Fasting Rules ચૈત્ર નવરાત્રી 2021 ઉપવાસના નિયમો:  આસ્થા અને વિશ્વાસના પ્રતીક નવરાત્રી વ્રતનો તહેવાર 13 એપ્રિલથી શરૂ થઈ ગઈ  છે. આ વર્ષે ઘણા લોકો એવા હશે જે 
પ્રથમ વખત નવરાત્રીના ઉપવાસ રાખી રહ્યા હશે.  જો તમે પણ આ તેમા શામેલ છો, તો ઉપવાસ કરતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો જેથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે. 
 
હાઇડ્રેટેડ રહો-
સારુ  સ્વાસ્થ્યને જાળવવા માટે શરીરમાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો તમે પ્રથમ વખત ઉપવાસ કરી રહ્યા છો, તો તમારી જાત પ્રત્યેની તમારી જવાબદારી  વધે છે. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા થોડા સમયના અંતરે, પાણી પીતા રહો. આ સિવાય રસ અને લસ્સી જેવી વસ્તુઓનું સેવન કરતા રહો.
 
પોષ્ટિક ખોરાક-
જો તમે પ્રથમ વખત ઉપવાસ કરી રહ્યા છો, તો આહારમાં ચિપ્સ જેવી વસ્તુઓનો સમાવેશ ન કરો. તેના બદલે બદામ, અખરોટ, કિસમિસ જેવા નટસ ખાવ. આ વસ્તુઓથી તમારું પેટ જલ્દી ભરાય જશે અને તમારા શરીરને તીવ્ર ઉર્જા મળશે. 
 
ડાઈટનો ધ્યાન રાખો- પહેલીવારમાં જ જો તમે માતા રાણીના આખા 9 ઉપવાસ રાખવાનો પ્લાન બનાવી લીધું છે તો સૌથી પહેલા તમારી ડાઈટ પ્લાન પણ તૈયાર કરી લો. નવ દિવસના લાંબા ઉપવાસ માટે આહારમાં તંદુરસ્ત ખોરાક પસંદ કરો. આ માટે તમે કુટ્ટુ, સાબુદાણા અને મખાણાનો સેવન કરી શકો છો. 
 
ઉપવાસના નિયમો સરળ રાખો- પહેલીવાર ઉપવાસ રાખતા લોકોને નિર્જળ ઉપવાસનો સંકલ્પ લેવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે કારણ કે તમારા શરીરને ઉપવાસ કરવાની ટેવ નથી. 
પાણી વગરનો ઉપવાસ ખૂબ કઠોર હોય છે, તે પહેલીવાર રાખવાથી તમે નબળાઇ અનુભવી શકો છો.
 
ડ્રિંકમાં છાશનો સમાવેશ કરવાની ખાતરી કરો-
ઉપવાસ દરમિયાન માત્ર પાણી જ નહીં, તમારે છાશ, જ્યુસ, શરબત જેવી વસ્તુઓનુ  પણ સેવન કરવુ જોઈએ જેથી તમારા શરીરમાં પાણીની કમી નહી રહે અને તમે ઉર્જાવાન બનશો