ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (17:33 IST)

શુ તમારા બાળકના શ્વાસ લેવામાં આવે છે ખડખડ અવાજ ? તો તેની પાંસળીઓમાં ભરાયો છે કફ, તરત જ કરો આ ઉપાય

cough in child home remedies
Child Cough Cough Remedies: જ્યારે બાળકને પુષ્કળ શરદી થાય છે, ત્યારે શ્વાસ લેતી વખતે પાંસળીમાંથી ખડખડ અવાજો આવવા લાગે છે. શિયાળામાં બાળકને શરદી ઉધરસથી બચાવવું મુશ્કેલ બની જાય છે. જો બાળકને શરદી થાય તો તરત જ અપનાવો આ ઘરેલું ઉપાય. તેનાથી બાળકની શરદી અને ખાંસી દવા વગર પણ મટી શકે છે.
 
શિયાળાની ઋતુમાં બાલકોને શરદી ખાંસીથી બચાવવા મુશ્કેલ થઈ જાય છે. ઘરની બહાર નીકળતા જ બાળકોનું નાક વહેવા લાગે છે. ખાસ કરીને 2-3 વર્ષના બાળકો શરદી અને સંક્રમણથી સૌથી વધુ પરેશાન છે. આ સમયે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. જેના કારણે શરદી-ખાંસીની સમસ્યા ઝડપથી પરેશાની થઈ જાય છે.  ઠંડી લાગતા બાળકોના શ્વાસમાંથી અવાજ આવવા માંડે છે. કફ પાંસળીઓમાં જમા થઈ જાય છે અને સૂતી વખતે શ્વાસ લેવામાં ખડખડની અવાજ આવવા માંડે છે. જો સમય રહેતા ઓળખી લો કે બાળકોને ઠંડી લાગી ગઈ છે તો તેને ઠીક કરી શકાય છે અમે તમને કેટલીક એવી વાતો બતાવી રહ્યા છે જેમાથી બાળકોની શરદી ખાંસીને નેચરલી ઠીક કરી શકાય છે.  
 
બાળકોની છાતીમાં ઠંડી લાગી જાય તો શુ કરશો 
 
બદામનુ તેલ લગાવો - જો બાળકોની છાતીમાં ઠંડી લાગી ગઈ છે અને શ્વાસ લેવામાં ખડખડ અવાજ આવી રહ્યો છે તો રાત્રે સૂતી વખતે બાળકોની છાતી પર બદામનુ તેલ લગાવી દો. તમે ચાહો તો તેલને સાધારણ કુણુ કરી લો અને પાંસળીઓ પર, પીઠ પર અને તળિયા પર તેલ લગાવી દો. ત્યારબાદ બાળકને ગરમ કપડાથી કવર કરી દો.  2 -3 દિવસ આવુ કરવાથી જ બાળકોનો કફ લૂઝ થઈ જશે અને શરદી નહી થાય.  
 
એરંડીનુ તેલ લગાવો - એરંડીના તેલની તાસીર પણ ગરમ હોય છે. તેને છાતી પર લગાવવાથી બાળકોને ઠંડીથી બચાવી શકાય છે. જો બાળકોને પાસળીઓમાં દુખાવો કે પછી છાતીમાંથી અવાજ આવી રહ્યોછે તો એરંડીનુ તેલ સાધારણ ગરમ કરીને છાતી અને પીઠ પર લગાવો. ત્યારબાદ શરીર ગરમ કપડાથી કવર કરી દો. તમે તળિયામાં પણ થોડુ તેલ ઘસી શકો છો. આવુ કરવાથી બાળકને ઘણી રાહત મળશે.  આવુ ઓછામાં ઓછા 2-3 દિવસ કરો.   
 
હળદરવાળુ દૂધ - બાળકોને શિયાળાથી બચાવવા માટે રોજ હળદરવાળુ દૂધ જરૂર આપો. તેનાથી શરદી ખાંસીની સમસ્યા ઓછી થશે. જો કોઈ પ્રકારનુ ઈફેક્શન પણ થઈ રહ્યુ છે તો તે  નહી થાય.  ખાસ કરીને રાત્રે સૂતી વખતે બાળકને હળદરવાળુ દૂધ જ પીવડાવવુ જોઈએ.  
 
ચ્યવનપ્રાશ ખવડાવો - શરદી ખાંસીથી બચાવવા છે તો બાળકને રોજ 1 ચમચી ચ્યવનપ્રાશ જરૂર ખવડાવો. તેનાથી શરીરમાં ગરમી આવે છે અને બાળકને શરદી ખાંસીની સમસ્યા થતી નથી. ચ્યવનપ્રાશ ખાવાથી બાળકની ઈમ્યુનિટી પણ મજબૂત થાય છે.