કોરોના વાઈરસ શુ છે ? જાણો તેના લક્ષણ

Last Updated: મંગળવાર, 17 માર્ચ 2020 (15:12 IST)

દર્દીઓ પાસેથી મેળવાયેલા સૅમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી અને તે પછી ચીનના અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું કે આ છે.
કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, પરંતુ એ પૈકી 6 વાઇરસનો જ લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ ગઈ છે.
નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતા અન્ય કોરોના વાઇરસની તુલનામાં સાર્સની નજીક છે.
સાર્સ નામના કોરોના વાઇરસને ઘણો ખતરનાક માનવામાં આવે છે. 2002માં ચીનમાં 8098 લોકો સાર્સની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી 774 લોકોનાં મૃત્યુ થયાં હતા.
કોરોના વાઇરસનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે.
ક્યાંથી આવ્યો છે આ વાઇરસ?
આ એક જીવોની પ્રજાતિમાંથી બીજા જીવોની પ્રજાતિમાં આવે છે અને પછી માણસને સંક્રમિત કરે છે. ચેપ લાગવાની ખબર પણ પડતી નથી.
તે પશુઓમાંથી માણસો સુધી પહોંચ્યો હોય એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સાર્સ પણ બિલાડીની પ્રજાતિના એક જીવમાંથી માણસો સુધી પહોંચ્યો હતો.


આ પણ વાંચો :