કોરોના વાયરસથી બચાવવામાં આ હોમિયોપેથી દવા આવશે કામ

coronavirus
coronavirus
Last Updated: બુધવાર, 4 માર્ચ 2020 (13:22 IST)
કેરલમાં કોરોના વાયરસનો ત્રીજો દર્દી સામે આવતા હવે તેનો ખતરો ચારેબાજુ મંડરાવવા લાગ્યો છે. આ દરમિયાન પશ્ચિમ બંગાલ સરકારે પણ આ વાયરસથી પ્રભાવિત 8 દર્દીઓની ઓળખ કરી છે.
કેન્દ્ર સરકાના આયુષ મંત્રાલયે ભારતમાં કોરોના વાયરસથી બચાવ માટે એક એડવાયઝરી રજુ કરી છે. આયુષ મંત્રાલયે કહ્યુ છે કે સમય રહેતા કોરોનાનો બચાવ કરી લેતા તેના ગંભીર પરિણામોથી બચી શકાય
છે.

સેંટ્રલ કાઉંસિલ ફૉર રિસર્ચ ઈન હોમ્યોપેથીના વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડે કોરોના વાયરસના સંક્રમણને ફેલાવતા રોકવા માટે હોમ્યોપૈથીની આસૈનિક એલ્બમ 30ને 3 દિવસ સુધી ખાલી પેટ લેવાને કારગર ઉપાય

માન્યો છે.


જો કોઈ દર્દીમાં કોરોનાનુ સંક્રમણ કાયમ રહે છે તો એક મ અહિના પછી આસૈનિક એલ્બમની ખોરાકને બીજીવાર લઈ શકાય છે.
ઈન્ફ્લૂએંજા જેવી બીમારીની રોકથામ માટે પણ આર્સૈનિકની આ દવા લઈ શકાય

છે.
આયુષ મંત્રાલયના મુજબ તુલસી, કાળા મરી અને પિપ્પલી જેવી આયુર્વૈદિક જડી બુટ્ટીઓ પણ લોકોને કોરોના વાયરસથી બચાવી શકે છે.

આયુષ મંત્રાલયના મુજબ કોરોનાથી થનારા સંક્રમણને બચાવનારી યૂનનઈ દવાઓમાં શરબત ઉન્નવ, તિર્યકઅર્બા, તિર્યક નજલા, ખમીરા માર્વારિદ જેવી દવા લઈ શકાય છે.. મંત્રાલયની એડવાઈઝરીમાં સામાન્ય

લોકોને સાફ સફાઈથી રહેવાની સલાહ આપવામાં આવી છે.

યૂનાની ડોક્ટરોએ કોરોના વાયરસના બચાવ માટે સુપાચ્ય હળવો અને નરમ આહાર લેવાની સલાહ આપી છે.

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે કહ્યુ છે કે લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે દવાની સલાહ આપવામાં આવી રહી છે. પણ તેને એક્સપર્ટ ડોક્ટરની સલાહ પછી જ લેવી જોઈએ.

શુ છે કોરોનાથી બચવાના ઉપાય ?

1. આયુર્વૈદિક પીપળ કાળા મરી અને સોંઠને 5 ગ્રામ પાવડર અને તુલસીના 3.5 પાનને 1 લીટર પાણીમાં ત્યા સુધી ઉકાળો જ્યા સુધી પાણી ઘટીને
અડધુ ન રહી જાય. ત્યારબાદ આ કાઢાને એક બોટલમાં ભરીને

મુકી દો. ધીરે ધીરે તેને પીતા રહો.

2. શેષમણિ વટી 500 મિલીગ્રામ રોજ દિવસમાં બે વાર લો
3. સવારના સમયે તલના તેલના બે ટીપા નાકમાં નાખો.

4. ડોક્ટરની સલાહ વગર કોઈપણ ઈલાજ ન કરાવો.આ પણ વાંચો :