શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 19 જુલાઈ 2017 (10:28 IST)

Kidney Care - સ્વસ્થ કિડની માટે જરૂરી છે આ 7 ડાયેટ

કિડની સાથે સંકળાયેલા રોગોથી દૂર રહેવા માંગો છો તો તમારા ડાયેટમાં આ 7 વસ્તુઓનો સમાવેશ જરૂર કરો. 
 
લાલ શિમલા મરચાંમા પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામીન સી, ફાઈબર, ફોલિક એસિડ અને વિટામિન બી6 સારા પ્રમાણમાં છે જે કિડની માટે લાભકારી છે. 
 
અડધો કપ કોબીજમાં 6 મિલીગ્રામ સોડિયમ, 60 મિલી ગ્રામ પોટેશિયમ અને 9 મિલીગ્રામ ફોસ્ફોરસ છે જે કિડની માટે ફાયદાકારી છે. સાથે જ તેમા વિટામિન કે અને સી તેમજ ફાઈબર સારી માત્રામાં છે. 
 
અડધો કપ ફ્લાવરમાં 9 મિલીગ્રામ સોડિયમ, 88 મિલીગ્રામ પોટેશિયમ અને 20 મિલીગ્રામ ફોસ્ફરસ છે અને આ વિટામિન સી, ફોલેટ અને ફાઈબરનો સારો સ્ત્રોત છે. આ કિડની માટે ખૂબ ફાયદાકારી છે. 
 
એક કળી લસણમાં એક મિલીગ્રામ સોડિયમ, 12 મિલીગ્રામ પોટેશિયમ અને 4 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. આ ફ્ક્ત કિડની માટે જ ફાયદારી નથી હોતુ પણ કોલેસ્ટ્રોલ પણ ઓછુ કરે છે અને કેંસર સામે બચાવ કરે છે. 
 
અડધો કપ ડુંગળીમાં 3 મિલીગ્રામ સોડિયમ, 116 મિલીગ્રામ પોટેશિયમ અને 3 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. ડુંગળીમાં એંટીઓક્સીડેંટ્સ અને ક્રોમિયમ નામનુ તત્વ છે જે મેટાબોલિજ્મ ઠીક રાખે છે. જેનાથી કિડની સ્વસ્થ રહે છે. 
 
એક મધ્યમ આકારના સફરજનમાં 158 મિલીગ્રામ પોટેશિયમ અને 10 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. કિડની અને દિલના આરોગ્ય માટે આનુ સેવન ખૂબ ફાયદાકારી છે. 
 
અડધો કપ સ્ટ્રોબેરીમાં એક મિલીગ્રામ સોડિયમ, 120 મિલીગ્રામ પોટેશિટમ અને 13 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. તેમા ફાઈબર અને એંટીઓક્સીડેંટ સારા પ્રમાણમાં છે જે કિડની માટે ફાયદાકારી છે. 
 
ઈંડાનો સફેદ ભાગનુ સેવ કિડની માટે ફાયદાકારી છે. તેમા 2 ગ્રામ પ્રોટીન, 110 મિલીગ્રામ પોટેશિયમ અને 10 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. તેનુ અમીનો એસિડ કિડની માટે ખૂબ જ લાભકારી છે.