ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 29 ઑક્ટોબર 2017 (11:54 IST)

કેળાના આ 10 ફાયદા વિશે જાણો છો તમે

કેળા આ સમયે બજારમાં મળતા સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંથી એક છે. આ પૌષ્ટિક હોવાની સાથે ઉર્જાનુ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. કેળામા6 આવા અનેક ગુણ છે જે આપણા આરોગ્ય માટે ઉપયોગી છે અને આપણા સ્વસ્થ શરીર માટે જરૂરી છે. આવો જાણીએ કેળાના મહત્વપુર્ણ ગુણ... 
 
1. શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં કેળા સહાયક  હોય છે. તેમા ગ્લુકોઝની અધિકતા હોય છે. આ ઉપરાંત કેળામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, લોખંડ અને તાંબુ પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. 
 
3. આયુર્વેદ મુજબ પાકુ કેળુ શીતળ, પૌષ્ટિક, માંસવર્ઘક, ભૂખ, તરસ, નેત્ર રોગ અને ડાયાબીટીશને નષ્ટ કરે છે. જ્યારે કે કાળા કેળા પાચન માટે ભારે, વાયુ, કફ અને કબજિયાત પેદા કરનારા હોય છે. 
 
4. મગજના આરોગ્ય માટે પણ કેળા ખૂબ લાભકારી હોય છે.  આ એક પૌષ્ટિક અને મગજની ક્ષમતા વધારનારો આહાર છે. 
 
5. શરીરમાં રક્ત નિર્માણ અને રક્તને શુદ્ધ કરવા માટે પણ કેળા લાભકારી હોય છે. તેમા રહેલ લોહ, તાંબુ અને મેગ્નેશિયમ રક્ત નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 
 
6. આંતરડામાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા કે ઝાડા અને મરડાનો રોગમં દહીની સાથે કેળાનુ સેવન કરવાનો ફાયદો થાય છે. 
 
7. વાગ્યુ હોય કે છોલાય ગયુ હોય તો કેળાના છાલટાને તે સ્થાન પર બાંધવાથી સોજા નહી થાય. તેના નિયમિત સેવનથી આંતરડાનો સોજો ખતમ થઈ જાય છે. 
 
8. કમળાના રોગમાં પણ કેળાનો પ્રયોગ કરવામાં આવે છે. આ માટે કેળાને છોલ્યા વગર ભીનો ચૂનો લગાવીને આખી રાત ઝાકળમાં મુકવામાં આવે છે, અને સવારે છોલીને ખાવામાં આવે છે. તેને ખાવાથી કમળાનો રોગ દૂર થાય છે. આ પ્રયોગ એકથી ત્રણ અઠવાડિયા સુધી નિયમિત રૂપે કરવો જોઈએ. 
 
9. પાકા કેળાને કાપીને, ખાંડ સાથે મિક્સ કરીને વાસણમાં બંધ કરીને મુકી દો. ત્યારબાદ એ વાસણને ગરમ પાણીમાં નાખીને ગરમ કરો. આ રીતે બનાવેલ શરબતથી ખાંસીની સમસ્યા ખતમ થઈ જાય છે. 
 
10. ગરમીમા ઋતુમાં નકસીર ફૂટવાની સમસ્યા થતા એક પાકુ કેળુ ખાંડ મેળવેલ દૂધની સાથે નિયમિત રૂપે ખાવાથી અઠવાડિયામાં લાભ થાય છે.  તેનાથી નાકમાંથી લોહી આવવુ બંધ થઈ જાય છે.