ગરમીમા શરૂ કરી દો આ કસરત, ઝડપથી વજન ઓછુ થશે

Last Modified મંગળવાર, 28 માર્ચ 2017 (17:43 IST)
ભાગદોડના જીવનમાં લોકો પોતાના ખાન પાન પર ધ્યાન આપતા નથી. જેને કારણે તેમને કોઈને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
આજકાલ જાડાપણાની સમસ્યા સામાન્ય જોવા મળે છે. વજન વધવાના અનેક કારણો હોઈ શકે છે.
જેવા કે ખોટુ ખાન પાન અપૂરતી ઊંઘ બીમારી કે દવા. જાડાપણાથી પરેશાન કેટલાક લોકો ડાયેટિંગ પણ કરે છે.
જેનાથી અનેકવાર તેમના આરોગ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. વજન ઓછુ કરવા માટે સૌથી જરૂરી છે એક્સરસાઈઝ અને યોગ્ય ડાયેટ. જો તમે પણ તમારુ વજન ઓછુ કરવા માંગે છે તો રૂટીન લાઈફમાં એક્સરસાઈઝને સામેલ કરો. જો ઋતુના હિસાબથી એક્સરસાઈઝ કરવામાં આવે તો લાભકારી સાબિત થાય છે. ગરમીની ઋતુમાં એક્સરસાઈઝ કરવી થોડી મુશ્કેલ હોય છે. આવામાં એક્સરસાઈઝ કરતી વખતે કેટલીક સાવધાની રાખો.

આજે અમે તમને કેટલીક એક્સરસાઈઝ બતાવી રહ્યા છે જે સહેલાઈથી તમારુ વજન ઓછુ કરશે.

- સાઈડ પ્લૈંક (Side Plank)

પ્લૈંક એક્સરસાઈઝથી કમરની આસપાસની ચરબી ઓછી કરી શકાય છે. જેમા શરીરને એક પડખે મુકવામાં આવે છે અને એક હાથના સહારે શરીરને ઉભુ કરવુ પડે છે. શરીરને હાથ અને બંને પગના સહારે ટકાવી કેટલીક સેંકડ સુધી રાખો. તમારા પેટ અને જાંધને ઉપર તરફ ઉઠાવો. ફૈટ ઓછુ થવાની સાથે સાથે તેમા માંસપેશીયો પણ મજબૂત થાય છે.


- સિંગલ લેગ સ્ટ્રેચ - સૌ પહેલા પીઠના બળ સૂઈ જાવ. હવે બંને પગ ઉપરની તરફ ઉઠાવો. પછી ડાબો પગ ઘૂંટણથી વાળીને હાથથી જકડી લો. 5 સેકંડ પછી આ પ્રક્રિયા બીજા પગ સાથે કરો. આ પ્રક્રિયા 8 થી 10 વાર કરો.

- બોટ સ્ટાઈલ એક્સરસાઈઝ - વોટ એક્સરસાઈઝમાં શરીરને નૌકાના આકારમાં સ્ટ્રેચ કરવાનુ હોય છે.
આ માટે સૌ પહેલા જમીન પર બેસી જાવ અને તમારા બંને પગને સીધા રાખો. હવે બંને હાથને ઉપર ઉઠાવતા શ્વાસ ખેંચો અને નમતા બંને પગને હાથથી અડો. કોશિશ કરો કે ખભા વડે ઘૂંટણ અડી શકો. રોજ આ એક્સરસાઈઝને કરો. તેનાથી પેટની ચરબી ઓછી થશે.

- પુશઅપ - વજન ઓછુ કરવા માટે પુશઅપ સારો ઉપાય છે. રોજ પુશઅપ કરો. ધ્યાન રાખો કે પુશઅપની સંખ્યા ધીરે ધીરે વધારો. અચાનક પુશઅપની સંખ્યા વધારવાથી શરીરનો દુખાવો થઈ શકે છે.
પુશઅપને અનેક રીતે કરી શકાય છે.

- એબ્ડૉમિનલ ક્રંચેસ - એક્સરસાઈઝ માટે સૌ પહેલા પીઠના બળે સૂઈ જાવ અને ઘૂંટણને વાળી લો. હવે તમારા હાથ વાળીને પગની નીચે મુકી દો. પછી ખભાને જમીનથી થોડી ઉપરની તરફ ઉઠાવો. વજન ઓછુ કરવા માટે રોજ આ એક્સરસાઈઝને કરો.


આ પણ વાંચો :