ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (13:38 IST)

ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં લાભકારી છે આ બીજ

Seeds To Control Diabetes
Seeds To Control Diabetes
Seeds To Control Diabetes: આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનનેકારણે ડાયાબીટીસની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. આ બીમારીમાં બ્લડ શુગર લેવલ અનિયંત્રિત રીતે વધી જાય છે. જે આરોગ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.  ડાયાબીટીસ એક લાઈલાજ બીમારી છે. જેને જડથી ખતમ નથી કરી શકાતી. તેને ફક્ત દવાઓ અને ડાયેટની મદદથી કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ પોતાના આહારમાં એવી વસ્તુઓનો સામેલ કરવી જોઈએ જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે. ડાયાબિટીસના દર્દીઓ ડાયટમાં આ સામેલ કરીને સરળતાથી કંટ્રોલ કરી શકે છે. આ બીજ વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે આ લેખમાં અમે તમને એવા 5 બીજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
કોળાના બીજ  – Pumpkin Seeds For Diabetes
બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે કોળાના બીજ લાભકારી હોઈ શકે છે. તેમા વિટામિન-બી, ફાઈબર, મેગ્નેશિયમ, ઓમેગા-6 ફૈટી એસિડ અને ફોલિક એસિડ જેવા પોષક તત્વ રહેલા હોય છે.  જે ડાયાબિટેસને કંટ્રોલ કરવા માટે સારુ માને છે. આ ઉપરાંત આ વસ્તુઓમાં ટ્રાઈગોનેલાઈન, નિકોટેનિક એસિડ અને ડી-ચિરો ઈનોસિટોલ જેવા તત્વ પણ હોય છે. જે શરીરમાં ઈંસુલિન લેવલને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. 
 
અળસીના બીજ -  Flaxseeds For Diabetes
ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે અળસીના બીજનુ સેવન લાભકારી સાબિત થઈ શકે છે. તેમા અઘુલનશીલ ફાઈબરની ઉચ્ચ માત્રા હોય છે. જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ આ પાચન ક્રિ8યાને યોગ્ય બનાવવામાં પણ મદદ કરે છે.  જો તમને ડાયાબિટીસ છે તો તમે સવારે ખાલી પેટ એક ચમચી અળસીના બીજનુ સેવન એક ગ્લાસ કુણા પાણી સાથે કરી શકો છો. આ ઉપરાંત દહી, સ્મુધી કે સૂપમાં મિક્સ કરીને પણ તેનુ સેવન કરી શકો છો. 
 
 મેથીના બીજ - Fenugreek Seeds For Diabetes
ડાયાબિટીસના રોગીઓ માટે મેથીના બીજનુ સેવન ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. તેમા ફાઈબર ભરપૂર માત્રામાં રહેલુ છે. જે ગ્લુકોઝ પાચન અને અવશોસ્શને ખૂબ ધીમુ કરી નાખે છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહે છે અને શરીરમાં અચાનકથી ઈંસુલિન સ્પાઈક થતુ નથી. તેનુ સેવન કરવાથી માટે તમારે એક ચમચી મીથીના બીને એક ગ્લાસ પાણીમાં આખી રાખ પલાળીને મુકી દો. બીજા દિવસે સ વારે ખાલી પેટ તેનુ સેવન કરો. તેનુ નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળી શકે છે. 
 
અજમાના બીજ -  Carom Seeds For Diabetes
ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં અજમાના બીજ તમારી મદદ કરી શકે છે. તેમા ફાઈબર ભરપૂર માત્રામાં રહેલુ છે. જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમા એંટી ઈફ્લેમેટરી અને એંટીઓક્સીડેંટ ગુણ પણ હોય છે.  જે મેટાબોલિજ્મને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.  તેનુ નિયમિત સેવન કરવાથી વજન ઘટાડવામા પણ મદદ મળી શકે છે. 
 
તુલસીના બીજ - Basil Seeds For Diabetes
 
તુલસીના બીજ એટલે કે સબજાના બીજનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક માનવામાં આવે છે. આ બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ છે. વધુમાં, તેઓ શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇક્સને રોકવામાં પણ અસરકારક છે. તુલસીના બીજનું નિયમિત સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.