સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Peanuts Benefits - આરોગ્ય માટે ગુણકારી છે મગફળી જાણો મગફળીના 5 ફાયદા

શિયાળામાં મગફળી ખાવાની મજા આ મૌસમના આનંદને બમણો કરી નાખે  છે. મગફળીને ગરીબોની બદામ કહેવાય છે. .એમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઈંડામાં પણ ન હોય .  ઘણા શોધોમાં મગફળીનુ  સેવન આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારી મનાય છે. . તમે પણ જાણો  મગફળી ખાવાના 5 મોટા ફાયદા 
 
મગફળીમાં ગુડ ફેટસ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે. આ કારણે હેલ્થ એકસપર્ટ હવે વજન પર નિયંત્રણ રાખવા માટે સામાન્ય માખણની જ્ગ્યાએ પીનટ બટરના સેવન પર ભાર મૂકે છે. 
 
મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે. વિશેષજ્ઞોનો માનવું છે કે હાઈ કાર્બોહાઈટ્રેટ વાળા હેવી નાશ્તા પછી થોડા દાણા જો મગફળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે. 
 
મગફળીમાં વિટામિન બી 3 ની માત્રા વધારે હોય છે જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે. 
 
મગફળીમાં એંટીઓક્સીડેંટસ સારી માત્રામાં હોય છે જે શરીરની પ્રતિરોધી ક્ષમતા વધારે છે અને રોગો સામે લડવામાં શરીરની મદદ કરે છે. 
 
મગફળીના દાણા એનર્જીનું મોટુ સ્તોત્ર  છે. આ કારણે જ વ્રત દરમયાન ફ્રળાહારમાં એનું સેવન વધારે કરાય છે.