મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 19 માર્ચ 2017 (18:44 IST)

Health tips- ડાયાબીટીસ છે તો આ છે તમારી ડાયેટ, મેંટેન રહેશે બ્લડ શુગર

જેમને ડાયાબીટીસ હોય છે એમને  ખાવા-પીવા પર વિશેષ  ધ્યાન રાખવું પડે છે. ડાયાબીટીસને કંટ્રોલ કરવા માટે નિયમિત દિનચર્યા અને પોષણયુક્ત આહારની જરૂર હોય છે. અહી કેટલીક  વસ્તુઓ છે , જેને ડાયાબીટીસના રોગી ખાઈ શકે છે..... 
 
એમાં છુપાયેલા છે ઘણું ફાઈબર - તમને ડાયાબીટીસ છે તો તમે બીંસ આરામથી ખાઈ શકો છો . બીંસ , મસૂર , વટાણા , રાજમા વગેરેમાં ઘણા ફાઈબર મળશે . એક શોધ પ્રમાણે રોજના ભોજનમાં બીંસ અને મસૂરની દાળને શામેલ  કરી લેવું ટાઈપ 2 ડાયાબીટીસ પીડિત લોકો માટે લાભકારી રહે છે. મધુપ્રમેહની કાટ કરતી બીંસ . બીંસમાં પ્રોટીન  , કાર્બોહાઈડ્રેડ વિટામિન સી અને કેલ્શિયમ , ફાસ્ફોરસ , આયરન , કેરોટીન , થાયમીન , રાઈબોગફ્લેવિન , નિયાસિન વગેરે ઘણા મીનરલસ અને વિટામિન હોય છે . એમાં સોડિયમની માત્રા ઓછી અને પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા વધારે હોય છે ,જે આરોગ્ય  માટે લાભદાયક છે બીંસ લેવાથી કબજિયાતની ફરિયાદ  નહી થાય , પેટ પણ સાફ રહે છે . એમાં રહેલ ફાઈબર બ્લ્ડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. 

સૂકા મેવા- સૂકા મેવા ગુણોથી ભરપૂર છે. એમાં ઘણું  ફાઈબર અને વસા અને મેગ્નીશિયમ હોય છે. મેવા ખાવાથી પેટ પણ લાંબા સમય સુધી ભરેલુ  રહે છે. અખરોટમાં ફાઈબર , વિટામિન બી , મેગ્નેશિયમ , અને એંટી ઓક્સીડેંટ વધારે માત્રામાં હોય છે. એને ખાવાથી મધુપ્રમેહના રોગ દૂર રહે છે. ડાયાબીટીસ ફાઉંડેશન અને નેશનલ ડાયાબીટીસ , ઓબેસિટી એંડ કોલેસ્ટ્રોલ ફાઉંડેશન એક શોધમાં હૃદય સંબંધી રોગો અને મધુપ્રમેહમાં પિસ્તા લાભકારી જણાવ્યા છે. આધુનિક શોધમાં જાણવા મળ્યુ કે મેવામાં વસા ખૂબ હોવાના કારણે આ ડાયાબીટીસ જેવા ગંભીર રોગોના જોખમ ઓછા કરવામાં મદદગાર હોય છે. કાજૂ ટાઈપ 2  ડાયાબીટીસ રોકવામા  મદદગાર હોય છે. 
લેડી ફિંગર કરે છે ડાયાબીટીસમાં રોક - ભીંડાનું  સેવન મધુપ્રમેહના દર્દીઓ માટે ઘણા લાભકારી છે. આ લોહીમાં  શર્કરાના સ્તરને ઓછી કરવામાં મદદ કરે છે. એમાં જે  ચિકણો  રસ નીકળે છે જે શરીરમાં ગ્લૂકોઝ  લેવલને કંટ્રોલ કરે છે. મધુપ્રમેહના રોગીઓને ભીંડાનું અધકચરું શાક ફાયદો  કરે છે. ભીંડામાં વિટામિન,  કેલ્શિયમ , એંટી ઓક્સીડેંટ  અને ફાઈબરના સારા સ્ત્રોત છે . એમાં કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા વધારે હોય છે . 
 
ઘઉં બ્લડ શુગર લેવલ ને કરે છે કંટ્રોલ - ઘઉંમાં રેશા અને વિટામિન બી કામપ્લેક્સ હોય છે , જે પાચન શક્તિને મજબૂત બનાવે છે આથી  વીટ બ્રેડ , રોટલી કે ઘઉંના લોટના કોઈ પણ વ્યંજન શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. ઓટસ ઘંઉ કે બાજરા આ બધામાં ફાઈબર,  વિટામિન ઈ ,  બી આયરન , મેગ્નેશિયમ, હોય છે . જે આખા અનાજને ગલાઈસેમિક ઈંડેક્સ સફેદ  લોટની અપેક્ષા બ્લડ્ શુગરને સારી રીતે કંટ્રોલ કરે છે.