શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Sugar કંટ્રોલ કરવા માંગો છો તો અપનાવો આ 5 ઘરેલુ ઉપાય

આજની જીવન શૈલીમાં લોકોને શુગર થવી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. ખાસ કરીને એ લોકો જેમણે ઓફિસ કે કોલેજમાં અનેક કલાક સુધી સતત બેસી રહેવુ પડે છે. અને દિવસમાં ઓછામાં ઓછી કસરત કરનારા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. શુગરથી અનેક પ્રકારને એબીમારીઓ પણ વધવા માંડે છે. પણ જો નિયમિત જીવનશૈલી અને સંતુલિત ખાનપાન અપનાવવામાં આવે તો આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. અહી અમે કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા છીએ જે શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ હોય છે. 
 
શુગરને નિયંત્રિત કરનારા 5 ઘરેલુ ઉપાય 
 
- ભીંડા - 4 થી 5 ભીંડા એક કાચના વાસણમાં પાણીમાં કાપીને મુકી દો. સવાર સુધી તેમા ભીંડા નરમ થઈ જશે. હવે તમે આ પાણીને પી લો.આ પાણીથી શુગર લેવલ કંટ્રોલ થએ જાય છે. 
 
-લીમડો - લીમડો અને ગિલોયનુ દાતણ કરો. દાતણ કરતી વખતે જે પાણી મોઢામાં આવે તેને બહાર ન કાઢો પણ અંદર જ ગળી લો. તેને તમે તમારી દિનચર્યામાં સામેલ કરો. તેનાથી પણ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 
 
3. જાંબુ - જાંબુ એક એવુ ઝાડ છે જેના પાન, ફૂલ, ફળ, બીયા બધુ જ શુગર કંટ્રોલ કરવામાં ખૂબ સારુ માનવામાં આવે છે. જાંબુના બીજ તમે સુકાવીને વાટી લો. તેનુ ચૂરણ તમે નિયમિત રૂપથે એલો ખૂબ ફાયદો કરશે.  આ ચૂરણ તમે દિવસમાં બે વાર લો ઘણો લાભ થશે. 
 
4. એલોવેરા - એલોવેરા પણ ડાયાબિટીસ રોગ માટે ખૂબ સારુ સ્ત્રોત છે. તમે ચાહો તો એલોવેરાનુ શાક પણ બનાવીને ખાઈ શકો છો. તમે ચાહો તો તેનુ ચૂરણ પણ બનાવીને રાખી મુકી શકો છો કે પછી તેનો રસ પણ તમે પી શકો છો. આ શુગર કંટ્રોલ કરવાનો રામબાણ ઈલાજ છે. 
 
5. ઘઉંની જ્વારે - ઘઉંની જ્વારી મતલબ ઘઉંને માટીમાં દબાવી તેનાથી જે લીલી ઘાસ નીકળે છે તેને ઘઉંની જ્વારી કહે છે. આ શુગરના દર્દીઓ માટે એક સારી ભેટ છે. તેને પણ તમે તમારી ડાયેટમાં સામેલ કરો.  5 થી 7 દિવસની જે જ્વારી છે તે તમારે માટે વધુ ફાયદો કરશે. આ લોહીમાં શર્કરાના પ્રભાવને ઓછો કરી દે છે.  તેનુ જ્યુસ કાઢીને કે પછી તેને તમે આમ જ ખાઈ શકો છો.