મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 22 જાન્યુઆરી 2024 (14:13 IST)

ટોયલેટ કરતી વખતે શુ તમને પણ બળતરા અને દુખાવો થાય છે ? તો જાણી લો તેના કારણ અને ઠીક કરવાના ઘરેલુ ઉપાય

શિયાળામાં લોકોને ઓછુ પાણી પીવાની ટેવ હોય છે.. ગરમ વસ્તુઓનુ સેવન કરવા અને લિક્વિડ ડાયેટ ઓછુ લેવાને કારણે અનેકવાર ટોયલેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. તમે અનેકવાર અનુભવ્યુ હશે કે યૂરિન પાસ કરતી વખતે ખૂબ બળતરા અને પેટના નીચેના ભાગમાં બળતરાની સમસ્યા થવા માંડે છે. જો તમે આવુ અનુભવી રહ્યા છો તો તેના અનેક કારણ છે.  અનેકવાર કલાકો સુધી યૂરિનને રોકી રાખવાથી પણ આવી સમસ્યા થાય છે.  જ્યારે તમે યૂરિન પાસ કરો છો તો તમએન બલતરા થવા માંડે છે. જો કે આવુ વારેઘડીએ થવુ કોઈને પણ પરેશાન કરી શકે છે.  તેનાથી તમારા રોજના કાર્યો પર અસર પડી શકે છે.  તેથી જરૂરી છે કે તમે સમય રહેતા આ સમસ્યાનુ યોગ્ય કારણ અને તેને ઠીક કરવાના ઘરેલુ ઉપાય જાણી લો.  
 
ઉલ્લેખનીય છે કે મોટાભાગના મામલામાં યૂરિન રોકવા પર જ બળતરા અને દુખાવાની સમસ્યા થાય છે. જો તમે વધુ સમય સુધી ટોયલેટને રોકી રાખો છો તો તેનાથી યૂરિન પાસ કરતી વખતે બળતરા અને દુખાવાની સમસ્યા થવા માંડે છે. જ્યારે તમે ખૂબ વધુ સમય સુધી ટોયલેટ જતા નથી તો તેનાથી યૂરિનરી ગ્લૈંડ અને યૂરેથ્રામાં ખૂબ બળતરા થવા માંડે છે. 
 
પેશાબમાં બળતરા કેમ થાય છે ?
જો તમે તમારા શરીર અને ઋતુના હિસાબથી પાણી નથી પીતા તો પેશાબમાં બળતરાનો અનુભવ થાય છે. તેનાથી બચવા માટે તમે રોજ ઓછામાં ઓછુ 4-5 લીટર પાણી જરૂર પીવુ જોઈએ. 
 
જો તમે ખૂબ વધુ તેલ અને મરચુ, મસલાવાળો ખોરાક ખાવ છો તો યૂરિનમાં બળતરાની સમસ્યા ઉભી થઈ શકે છે. તેથી રોજ આવુ ખાવાથી પરેજ કરો. 
 
જે લોકોની કિડની સ્ટોન એટલે પથરીની સમસ્યા થાય છે તેમણે ટોયલેટ કરતી વખતે દુખાવો થાય છે. આવામાં વારેઘડીએ પેશાબ આવે છે અને બળતરા પણ થાય છે. 
 
- પેશાબમાં બળતરા રોકવાના ઘરેલુ ઉપાય 
-  પૂરતા માત્રામાં પાણી પીવો 
- લીંબૂ પાણી અને ફુદીના અર્કનુ સેવન કરો 
- ડાયેટમાં ફળોના જ્યુસને સામેલ કરો 
-  વધુમાં વધુ લીલા શાકભાજીનુ સેવન કરો 
-  રોજ નારિયળ પાણી પીવો