શનિવાર, 15 ફેબ્રુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ/ હેલ્થ ટિપ્સ ગુજરાતી
Written By
Last Modified: શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 (14:16 IST)

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

ચા પીવી આરોગ્ય માટે સારી હોઈ શકે છે પણ આ માટે તેને યોગ્ય રીતે પીવી જરૂરી છે. નાની-નાની વાતોનુ ધ્યાન રાખાની તમેતેને વધુ હેલ્ધી બનાવી શકે છે. પણ ચા બનાવતી વખતે તમારી નાનકડી ભૂલ આરોગ્યને ભારે નુકશાન પહોચાડી શકે.. અહી જાણો આવી જ કેટલીક ભૂલો 
 
 
ચી પીતી વખતે કંઈ ભૂલોથી બચવુ  
ચા ફક્ત એક ડ્રિક નથી પણ આપણી રોજબરોજની જીંદગીનો ભાગ બની ચુકી છે. સવારની તાજગીથી લઈને સાંજનો થાક મટાવવા સુધી ચા દરેક રીતે સાથ આપે છે. પણ શુ તમે જાણો છો કે ચા બનાવતી વખતે કેટલી સામાન્ય ભૂલો તમારા આરોગ્ય માટે ઝેર બની શકે છે ? જો તમે નથી જાણતા તો આજ એ અમે બતાવીશુ કે ચા પીવા દરમિયાન કંઈ વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જેથી તેને ફક્ત સ્વાદ જ નહી પણ આરોગ્યના હિસાબથી પણ યોગ્ય રીતે પી શકે.  
 
આરોગ્ય પર ભારે પડી શકે છે વધુ ખાંડ  
અમારામાંથી અનેક લોકોને ગળી ચા પીવાની ટેવ હોય છે પણ વધુ ખાંડ નાખવી આરોગ્ય માટે નુકશાનદાયક થઈ જાય છે.  વધુ ખાંડથી જાડાપણુ, ડાયાબીટીઝ અને હાર્ટ ડિસીઝનો ખતરો વધી જાય છે.  જો તમે ચા ને હેલ્ધી બનાવવા માંગો છો તો ખાંડની માત્રા ઓછી કરો કે ગોળ અને મઘ જેવા પ્રાકૃતિક વિકલ્પ અપનાવો.  
 
ખોટુ કૉમ્બિનેશન દૂધ અને ગોળ એક સાથે 
ગોળવાળી ચા આરોગ્ય માટે સારી હોય છે પણ જો તમે તેને દૂધવાળી ચા માં મિક્સ કરી રહ્યા છો તો આ તમારા પેટ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. દૂધ અને ગોળ એક સાથે પચવામાં પરેશાની કરે છે જેનાથી ગેસ, અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યા થઈ શકે છે.  જો તમે ગોળની ચા પીવી પસંદ કરો છો તો તેને દૂધવગરની ચા સથે લો.  
 
ફરસાણ સાથે ચા પીવી નુકશાનદાયક 
ચા સાથે ફરસાણ, પકોડા કે બિસ્કિટ ખાવાનો શોખ લગભગ દરેકને હોય છે. પણ શુ તમે જાણો છો કે ચા સાથે ફરસાણ ખાવુ તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે. આયુર્વેદ મુજબ દૂધ અને મીઠુ એક સાથે સેવન કરવુ એ આરોગ્ય માટે યોગ્ય નથી. આ પાચનને બગાડી શકે છે અને લાંબા સમય સુધી આવુ કરવુ આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે.  
 
વારેઘડીએ ગરમ કરેલી ચા ધીમુ ઝેર 
શું તમે પણ બચેલી ચા ફરીથી ગરમ કરીને પીઓ છો? જો હા, તો સાવચેત રહો! વારંવાર ગરમ કરવાથી ચામાં રહેલા ઝેરી તત્વો વધે છે, જે શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. હંમેશા તાજી ચા પીવાનો પ્રયાસ કરો અને બચેલી ચા ફરીથી ગરમ કરવાનું ટાળો.
 
લીંબુ સાથે દૂધની ચા
લીંબુ ચા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય રીતે પીવી મહત્વપૂર્ણ છે. જો તમે કાળી ચામાં લીંબુ ઉમેરો છો, તો તે શરીર માટે હાનિકારક બની શકે છે. લીંબુ ચામાં રહેલા કેટલાક ઘટકો સાથે પ્રતિક્રિયા આપી શકે છે અને તેને એસિડિક બનાવી શકે છે, જેનાથી પેટ ખરાબ થઈ શકે છે. જો તમને લીંબુ ચા ગમે છે, તો તેને ગ્રીન ટી અથવા હર્બલ ટીમાં ઉમેરો, જેથી તમને તેનાથી વધુ ફાયદા મળે.