સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 11 ઑગસ્ટ 2021 (16:43 IST)

Health tips - ગભરાટને કારણે વધનારી Heart beat તરત કરો કંટ્રોલ, જાણો રાઈના 17 ફાયદા

mustard seed- રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે. 
આજકાલ પરેશાની દરેકના જીવનનો ભાગ બનતો જઈ રહી છે. કેટલાક લોકો તો નાનકડી વાતને લઈને પણ ચિંતામાં ડૂબ્યા રહે છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડે છે. જેનાથી ગભરાટ અને અનેકવાર તો દિલની ધડકન વધવા માંડે છે. આમ તો દિલની ધડકન વધવો એ કોઈ રોગ નથી પણ તેનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. તમને પણ આ પ્રકારની કોઈ પરેશાની છે તો સૌ પહેલા ખુશ રહેવુ શરૂ કરી દો. વાતની ચિંતાને છોડીને જીવનમાં આગળ વધો અને પરેશાનીઓનો સામનો કરો.  ગભરાટના કારણે ઝડપી થનારી દિલની ધડકનને દૂર કરવા માટે તમે ઘરેલુ રીત પણ અપનાવી શકો છો. 
 
-પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે.
 
-રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખાતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.
 
-રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.
 
- રાઈ લેપમાં  કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. 
 
- ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.
 
 - જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય તો હથેળીમાં થોડી એવી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે રોગીને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે. માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં 
 
સક્ષમ હોય છે
 
-રાઈને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરવું પણ બંધ થઈ જાય છે. ડાંગના હર્બલ જાણકારો અનુસાર એવું કરવાથી માથાનો ખોડો પણ દૂર થઈ જાય છે.
 
-ગરમ પાણીમાં રાઈને નાંખવાથી રાઈ ફુલી જાય છે અને તેના ગુણ પાણીની અંદર પહોચી જાય છે. આ પાણીને નવાયું સહન કરી શકાય તેટલુ ટબમા લઈને કમર સુધી ભરીને બેસવાથી બધા જ પ્રકારના યૌન રોગ પ્રદર, પ્રમેહ વગેરેમાં સારો એવો સુધારો થઈ જાય છે.
 
- જો ક્યારેક ગભરામણ સાથે બેચેની અને કંપન થાય તો તમરા હાથ અને પગમાં રાઈને વાટીને મસળી લો. તેનાથી રાહત મળશે. ત્વચાના રોગો માટે ખૂબ લાભકારી છે રાઈ. તેમા એવા તત્વ જોવા મળે છે જેનાથી ત્વચા સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે. કોઈપણ સ્કિન પ્રોબ્લેમ હોય રાઈ આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે લેપ પ્રભાવિત સ્થાન પર લગાવી દો. 
 
- તાવ આવતા સવારના સમયે 4-5 ગ્રામ રાઈના ચૂરણને મઘ સાથે લેવાથી કફને કારણે થનારો તાવ સારો થઈ જાય છે. કાંચ કે કાંટો વાગતા રાઈને મઘ સાથે મિક્સ કરીને લગાવી દો. બંને આપમેળે જ નીકળી જશે. 
 
- કોઢ(કુષ્ઠ)ના રોગમાં પણ રાઈ લાભકારી છે. આ રોગમાં વાટેલી રાઈના 8 ગણા બમણા ગાયના જૂના ઘી માં મિક્સ કરીને લગાવવાથી થોડાક જ દિવસોમાં રોગ ઠીક થઈ જાય છે. વાળ ખરવા અને ડૈડ્રફ જેવી સમસ્યાઓમાં રાઈનો લેપ ફાયદાકારી છે. આ લેપ માથા પર લગાવવાથી ફોલ્લીઓ-ગુંમડા ઠીક થઈ જાય છે.  
 
- રાઈ વાટીને તેમા કપૂર મિક્સ કરી સાંધા પર માલિશ કરવાથી આમ્રવાત અને સાંધાના દુ:ખાવામાં ફાયદો થાય છે. રાઈનુ તેલ કુણું% કરી બે ત્રણ ટીપા કાનમાં નાખવાથી દુ:ખાવો દૂર થાય છે.  બહેરાશની સારવારમાં પણ રાઈ અસરદાર છે. આધાશીશીનો દુખાવો હોય તો રાઈને ઝીણી વાટીને દુખાવાના સ્થાન પર લગાવવાથી તરત જ આરામ મળે છે. 
 
-ગભરાટના કારણે ઝડપી થનારી દિલની ધડકનને દૂર કરવા માટે તમે ઘરેલુ રીત પણ અપનાવી શકો છો. 
 
રાઈના ફાયદા - નાના-નાના દાણ જેવા કે રાઈનો ઉપયોગ મોટાભાગે અથાણુ બનાવવા માટે કરવામાં આવે છે.  પણ આ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. આ ગભરાટથી વધનારી દિલની ધડકનને કંટ્રોલ કરવામાં 
પણ મદદરૂપ છે. 
 
- આ રીતે કરો ઉપયોગ - આ પરેશાનીમાં મુઠ્ઠી ભરીને રાઈ લઈને વાટી લો. આ વાટેલી રાઈને હાથ પગ પર મસળી લો. તેનાથી હાર્ટ બીટ નોર્મલ થઈ જશે. 
 
-રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે.
 
- રાઈના તેલમાં એકદમ ઝીણું મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો નાશ થાય છે.