1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 23 જૂન 2023 (11:15 IST)

Neurotherapy treatment- પગની નસ ચડી જાય તો કરો આ અચૂક ઉપાય

નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચડી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ  એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે. 
 
- જો તમારી પગની નસ ચડી જાય તો તમારા જે પગની નસ ચડી છે તે તરફના હાથની વચ્ચેની આંગળીથી નખના નીચેના ભાગને દબાવો અને છોડવું આવું જ્યારે સુધી કરો જ્યારે ઠીક ન થઈ જાય. 
 
- શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું . તેનાથી થોડા જ સમયમાં દુખાવો ઠીક થઈ જશે. 
 
- નસ ચઢતા હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુખાવો દૂર હોય છે. 
 
- મીઠા સિવાય તમે કેળાનું પણ સેવન કરી શકો છો. કેળાના સેવનથી દુખાવામાં રાહત મળે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમના કારણે આ દુખાવામાં રાહત મળી શકે છે. કેળાના સેવનથી શરીરની બધી કમી દૂર થઈ જાય છે. 
 
- જો તમને આ પરેશાની રાત્રિના સમય હોય છે તો તમે પગ નીચે ઓશીંકા મૂકી લો. 
 
- દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે તે જગ્યા પર બરફમી શેકાઈ કરી શકો છો. ઠંડી શેકાઈથી નસ ઉતરી જાય છે અને દુખાવો દૂર હોય છે. 


Edited by-Monica Sahu