બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 29 નવેમ્બર 2022 (14:13 IST)

Cold Drink ના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ 5 નુકશાન, તમે જાતે જ જાણી લો

Healthy Tips: એક સામાન્ય ધારણા છે કે કોલ્ડ ડ્રિંકથી વજન વધે છે. હકીકતમાં વધુ કોલ્ડ ડ્રિંક પીવથી ફક્ત વજન જ નથી વધતુ પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. આ કોલ્ડ ડ્રિંક્સ (Cold Drinks) કે સોફ્ટ ડ્રિંક્સ  (Soft Drinks) માં એડેડ શુગર હોય છે જે આરોગ્ય માટે અનેક રીતે હાનિકારક હોય છે. સાથે જ જાડાપણુ  (Obesity) જ નહી આ ડ્રિંક્સ અનેક ગંભીર બીમારીઓનુ પણ કારણ બને છે. આવો જાણીએ આ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી કેવી રીતે શરીર પ્રભાવિત થાય છે. 
 
 કોલ્ડ ડ્રિંક્સના આરોગ્ય પર પડનારા સાઈડ ઈફેક્ટ્સ Side Effects of Cold Drinks on Health 
 
हो सकती है डाइबिटीज 
થઈ શકે છે ડાયાબિટીજ - આ ડ્રિંક્સ પીવાથી ડાયાબિટીસ(Diabetes)નો ખતરો વધી શકે છે. તેમા એડેડ શુગર વધુ માત્રામાં જોવા મળે છે. જે ટાઈપ 2 ડાયાબિટીસનુ કારણ બને છે. 
 
 દિલની બીમારીનુ સંકટ - શુગરથી ભરપૂર કોલ્ડ ડ્રિંક્સ દિલના આરોગ્ય માટે ખરાબ સાબિત થાય છે. અનેક સ્ટડીઝમાં પણ આ વાત સામે આવી છે કે શુગરનુ અત્યાધિક સેવન દિલની બીમારીઓ સાથે જોડાયેલ છે. 
 
વજનમાં થાય છે વધારો - તેમા કોઈ શક નથી કે વધુ પડતુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી વજન વધે છે. સોડાવાળી ડ્રિંકના એક કંટ્રેનરમાં ઓછામાં ઓછા 8 ચમચી ખાંડની માત્રા હોય છે. બીજી  બાજુ આ ડ્રિંક્સ તમારી ક્ર્રેવિગ્સને દૂર કરે છે પણ પેટ નથી ભરતી અને તેને પીધા પછી તમને વધુ ભૂખ લાગે છે. આ બધુ જાડાપણાને આમંત્રણ આપવા જેવુ છે. 
 
દાંતોને થાય છે નુકશાન - કોલ્ડ ડ્રિંક્સનુ અત્યાધિક સેવન દાંતોના બહારી પરત જેને ઈનેમલ કહે છે ને નુકશાન પહોંચાડે છે. ખાસ કરીને દાંતમાં જરૂર કરતા વધુ કોલ્ડ ડ્રિંક્સ પીવા પર કૈવિટી(Cavity)ની મુશ્કેલી થવા લાગે છે જે દાંત સડવા અને તૂટવાનુ પણ કારણ બને છે. 
 
મગજ પર પણ થઈ શકે છે અસર - કોલ્ડ ડ્રિંક્સ એક રીતે એડિક્ટિવ ડ્રિંક છે. આ મગજના આરોગ્ય માટે ખરાબ સાબિત થાય છે. બાળકોને આ કોલ્ડ ડ્રિંક્સનુ સીમિત સેવન જ કરાવવુ જોઈએ. કારણ કે કેટલાક અભ્યાસ મુજબ આ ડ્રિંક મેમોરીને ધીમી બનાવે છે.