સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified બુધવાર, 19 ઑક્ટોબર 2022 (11:48 IST)

મિલાવટી મિઠાઈ કરી શકે છે આરોગ્ય ખરાબ, ખરીદતા પહેલા આ રીતે કરવી અસલી નકલીની ઓળખ

Smart Ways To Check Adulterated Sweets: તહેવારની સીઝન શરૂ થઈ ગયુ છે. લોકો તેમના સંબંધીઓ અને મિત્રોનુ મોઢુ મીઠા કરાવવા માટે બજારમાં મળતી રંગ-બેરંગી મિઠાઈ ખરીદી રહ્યા છે. તેથી દરેક વર્ષ આ સમયે ઓઅણ તહેવારી સીઝનનો ફાયદા ઉપાડતા કેટલાક નફાખોરીઓ નકલી મિઠાઈઓ વેચીને ફાયદો
લેવા ઈચ્છે છે. બજારમાં મળતી આ નકલી મિઠાઈઓ ન માત્ર તમારા મોઢાનો સ્વાદ ખરાબ કરે છે પણ તમારા આરોગ્ય પર પણ ખરાવ અસર જોવા મળી શકે છે. તેથી આવો જાણીએ મિઠાઈ ખરીદતા સમયે કેવી રીતે મિલાવટી મિઠાઈની ઓળખ કરવી 
 
રંગબેરંગી મિઠાઈ ખરીદવાથી પરેજ કરવુ 
જે મિઠાઈઓમાં વધારે રંગ મળ્યા હોય એવી મિઠાઈઓ ખરીદવાથી બચવું. એવી મિઠાઈમાં કલરની ક્વાલિટી યોગ્ય ન હોવાના કારણે આરોગ્યથી સંકળાયેલી પરેશાની થઈ શકે છે. તેની ઓળખ કરવા માટે મિઠાઈ હાથમાં લઈને જુઓ, જો હાથ પર રંગ લાગી જાય છે તો તેને ખરીદવાથી બચવું. મિઠાઈમાં રંગ લાવવા માટે સૌથી વધારે મેટાનિક તેલો અને ટારટ્રાજાઈન મિક્સ કરવામાં આવે છે. તેનાથી કિડની ડેમેજનો ખતરો વધી જાય છે. 
 
માવામાં મિલાવટ 
માવાઆં મિલાવટની ઓળખ માટે ફિલ્ટર આયોડીનની બે ટીંપા નાખો. તેના કાળા પડવુ જણાવે છે કે તેમાં મિલાવટ છે. માવો દાનેદાર હોય તોય પણ મિલાવટી થઈ શકે છે. 
 
આ રીતે ઓળખો નકલી સિલ્વર ફાઈલ 
મિઠાઈને શણગારવા તેમાં ચાંદીનો વર્ક લગાવવામાં આવે છે. પણ આજકાલ મિલાવટના કારણે લોકો મિઠાઈઓ પર નકલી સિલ્વર ફાઈલ લગાવે છે. તેને ઓળખ કરવા માટે મ્મિઠાઈનો એક ટુકડો ઉપાડો અને તેને તમારી આંગળીથી થોડો રગડવું અસલી સિલ્વર ફાઈલ થશે તો તે હટી જશે. પણ નકલી સિલ્વર ફાઈલ એલ્યુમીનિયમથી બનેલુ હોવાના કારણે વધારે જાડુ હોય છે અને સરળતાથી નિકળતો નથી. 
 
નકલી કેસર 
નકલી કેસર પાણીમાં નાખ્યા પછી રંગ છોડવા લાગે છે. અસલી કેસરને પાણીમાં કલાક સુધી રાખ્યા પછી પણ કોઈ અસર થતુ નથી. 
 
ખરાબ મિઠાઈની આ રીતે કરવી ઓળખ 
ખાવાની કોઈ પણ વસ્તુ ખરાવ થવાની ઓળખ કરવી હોય તો સૌથી પહેલા તેની ગંધ ચેક કરવી. તે સિવાય તમે મિઠાઈને ખરીદતા સમયે આ પણ ચેક કરવુ કે તેમાં કોઈ ફંગસ તો નથી લાગી રહી છે. મિઠાઈને તોડીને ચેક કરવુ કે ક્યાંક તેમાં તાર જેવુ તો નથી નિકળી રહ્યુ છે. આ બધા મિઠાઈ ખરાબ થવાના લક્ષણ છે.