ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 9 જૂન 2017 (14:27 IST)

Sugar અને Cholesterol વધતા રોકે છે મશરૂમ, વાંચો આ હેલ્થ TIPS

મશરૂમમાં અનેક એવા જરૂરી પોષક તત્વ હોય છે જેની શરીરને ખૂબ જરૂર હોય છે. સાથે જ આ ફાઈબરનુ પણ એક સારુ માધ્યમ છે. અનેક બીમારીઓમાં મશરૂમનો ઉપયોગ દવાના રૂપમાં કરવામાં આવે છે. હેલ્થ કૉન્શસ લોકો માટે પણ આ સારુ હોય છે. કારણ કે તેમા કૈલોરીઝ વધુ હોતી નથી. 
 
આયુર્વેદ ચિકિત્સક મુજબ  મશરૂમમાં અનેક મહત્વપૂર્ણ ખનીજ અને વિટામીન જોવા મળે છે. તેમા વિટામિન બી.ડી. પોટેશિયમ, કોપર આયરન અને સેલેનિયમની પૂરતી માત્રા હોય છે. આ ઉપરાંત મશરૂમમાં કોલિન નામનુ એક વિશેષ પોષક તત્વ હોય છે. જે માંસપેશીયોની સક્રિયતા અને યાદગીરી કાયમ રાખવામાં લાભકારી રહે છે. 
 
1. મશરૂમમાં એંટી-ઓક્સીડેંટ ભરપૂર હોય છે. 
2. મશરૂમમાં રહેલ તત્વ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. તેનાથી શરદી-તાવ જેવી બીમારીઓ જલ્દી-જલ્દી થતી નથી. મશરૂમમાં રહેલ સેલેનિયમ ઈમ્યૂન સિસ્ટમના રિસ્પોન્સને સારુ કરે છે. 
3. મશરૂમ વિટામિન ડીનુ પણ એક સારુ માધ્યમ છે. આ વિટામિન હાડકાની મજબૂતી માટે ખૂબ જરૂરી હોય છે. નિયમિત રૂપે મશરૂમ ખાવાથી આપણી જરૂરિયાતનુ 20 ટકા વિટામિન ડી આપણને મળી જાય છે. 
4. મશરૂમમાં ખૂબ ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જેનાથી તે વજન અને બ્લડ શુગર લેવલ વધતુ નથી. 
5. મશરૂમમાં ખૂબ ઓછી માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે અને તેના સેવનથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. 
 
આ ઉપરાંત મશરૂમને વાળ અને ત્વચા માટે પણ ખૂબ લાભકારી માનવામાં આવે છે.  કેટલાક અભ્યાસમાં મશરૂમના સેવનથી કેંસર થવાની આશંકાને ઓછી થવાની વાત પણ કહેવામાં આવી છે.