1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 5 માર્ચ 2018 (14:40 IST)

Ayurveda Tips - શુગરને કંટ્રોલમાં રાખે છે લીમડો... જાણો બીજા અનેક ફાયદા

Ayurveda Tips
લીમડાના પાનના ફાયદા બધા જણાવે છે પણ તેનો ઉપયોગ કંઈ વસ્તુઓમાં કરી શકાય છે.  વાળમાં ખોડો થાય તો પણ લીમડો તેને નષ્ટ કરે છે. આયુર્વેદમાં તેના અનેક ફાયદા છે જે આ પ્રમાણે છે. 
 
1. લીમડાના પાનમાં ફંગસરોધી અને જીવાણુરોધી ગુણ જોવા મળે છે. આ ખોડાની સારવાર અને માથાની ત્વચાને ઠીક રાખવામાં પણ મદદ કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ કરવાથી ખોડો ઠીક થઈ જાય છે. 
2. મસૂઢાની બીમારીઓમાં પણ લીમડો લાભકારી હોય છે. આ મસૂઢાના સોજાને ખતમ કરે છે. આ ઉપરાંત મોઢામાંથી આવનારી દુર્ગઘને પણ મારે છે. લીમડાના પાનનો રસ મસૂઢા પર રગડવાથી ફાયદો થાય છે. 
 
3. લીમડાના પાનને ખાવાથી ડાયાબીટીસના રોગીઓને લાભ થાય છે. 
 
4. લીમડાના પાન પેટના કીડાને પણ મારે છે. ખાલી પેટ લીમડાના પાનને ચાવવાથી પેડના કીડા મરે છે અને આ સમસ્યાથી રાહત મળે છે.