રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 7 જુલાઈ 2022 (00:27 IST)

Weight loss By Walnuts: શુ અખરોટ વજન વધારે છે ? અહી જાણો હકીકત

Walnuts
Weight loss By Walnuts:  વજન વધારવુ એક કોમન સમસ્યા બની ગઈ છે. આવામાં કેટલાક લોકો એવા હોય છે જે ફિટ રહેવાની તમામ કોશિશ કરે છે પણ કેટલાક લોકોને લઈને તેમના વિચાર પણ તેમને પરેશાન કરતા રહે છે. દાખલા તરીકે કેટલાક લોકો વિચારે છે કે શુ અખરોટ  ખાવાથી વજન વધી શકે છે ?  તો આવા લોકો જાણી લે કે આ ડ્રાઈ ફ્રુટ્સથી આવુ કશુ થતુ નથી. 
 
શુ ખરેખર  અખરોટ ખાવાથી વજન વધે છે?
 
ઉલ્લેખનીય છે કે ડ્રાય ફ્રુટ અખરોટ ખાવાથી વજન વઘતું નથી, પરંતુ તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગશે. એટલે કે, તમારે તેને તમારા આહારમાં જરૂર સામેલ કરવું જોઈએ. તમને તેનાથી ફાયદો જ મળશે.   ઉલ્લેખનીય છે કે અખરોટમાં રહેલ ALA એ એક મહત્વપૂર્ણ એન્ઝાઇમ છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, પાચનમાં સુધારો કરે છે. આ સિવાય શરીરમાં ચરબીની હિલચાલને નિયંત્રિત કરે છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
 
અખરોટથી પેટ લાગે છે ભરેલું પેટ
 
અખરોટમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે.અખરોટનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એટલે કે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને તમારું વજન આપોઆપ નિયંત્રિત થઈ શકે છે.