બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Tips - ઝડપથી વજન ઉતારવા માટેની ટિપ્સ

વજનથી છુટકારો મેળવવા માટે જરૂરી નથી કે તમે ડાયેટિંગ કરો. વજન ઘટાડવા માટે તમે કેટલીક હેલ્ધી ટિપ્સ પણ અપનાવી શકો છો. જેનાથી તમે ફિટ અને સ્વસ્થ બંને રહી શકો છો. સ્થાયી વજન ઘટાડવા માટે તમારે કોઈ એવી રીત અપનાવવી જોઈએ જેનાથી તમે કાયમ ફિટ અને ફ્રેશ રહી શકો. વજન ઘટાડવાની સૌથી સારી રીત છે કે તમે તમારો ડાયેટ ચાર્ટ બનાવી લો કે પછી એવો ડાયેલ લો જે તમારા વજનને ઘટાડવામાં મદદ કરે. આવો જાણીએ ઝડપથી વજન ઉતારવાની કેટલીક ટિપ્સ

- ઝડપથી વજન ઘટાડવા માટે જરૂરી છે કે તમે એક્સરસાઈજ શરૂ કરી દો. શરૂઆતમાં ભલે તમે એક્સરસાઈઝ ઓછી કરો પણ પછી તેનો સમય વધારી દો.

- એક્સરસાઈઝ પહેલા તમે વોર્મઅપ કરવુ ન ભૂલશો. તેમા તમે બૉડીને સ્ટ્રૈચ કરી શકો છો. જંપ કરી શકો છો કે પછી ફરી શકો છો. તેમા તમારી બૉડીમાં ગરમી આવી જશે પછી તમે દોડનારી કૂદનારી એક્સરસાઈઝ આરામથી કરી શકશો.


- એક્સરસાઈઝના સમયે તમે તમારી સાથે પાણી રાખો જેનાથી તમને જલ્દી થાક ન લાગે અને તમારો શ્વાસ ન ફૂલે.  

- તમે સવારે ઉઠીને રોજ ખાલી પેટ એક ગ્લાસ કુણા પાણીમાં લીંબૂ અને મધ નાખીને પીવો.

- જંકફૂડ અને બહારની વસ્તુઓ ચોકલેટ, કેક, ટૉફી આઈસક્રીમ કૈંડી વગેરે બિલકુલ ન ખાશો.

-મીઠાઈ તમારી પસંદગીની હોઈ શકે છે પણ ઝડપથી વજન ઓછુ કરવા માટે જરૂરી છેકે તમે મીઠાઈ, ખાંડ, ગળ્યા પદાર્થ અને મીઠુ બિલકુલ ભૂલી જાવ કે તેની માત્રા ઓછી કરી દો.

- ખાવામાં તમે શાકભાજી, અરબી, કચાલુ વગેરે પણ ન ખાશો અને ચોખા પણ માંડ કાઢીને ખાવ.

- જમવાના એક કલાક પહેલા કે એક કલાક પછી જ પાણી પીવો

- ખાવાનુ ખાધા પછી તરત જ બેસો નહી થોડી વાર ફરો. તમે જો ખાતી વખતે વધુ કૈલોરી ખાધી છે તો આમ તેમ ફરવાથી તે બર્ન થઈ જશે.

- જમવાનુ ખલાસ કરવા ઓવર ઈંટિગ બિલકુલ ન કરશો.

- નાસ્તો પૂરો કરો. જો તમે વર્કિંગ છો તો તમારે નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. નહિ તો તમને લંચ પહેલા ભૂખ લાગશે તો તમે કંઈક ને કંઈક સ્નેક્સ ખાવાથી ખુદને રોકી નહી શકો. જે જાડાપણુ વધારવામાં સહાયક છે.

- જો તમને ભૂખ લાગે તો વારંવાર કંઈક સ્નેક્સ ખાવાને બદલે તમે સલાદ, ગાજર, કાકડી, સેકેલા ચણા,સલાદ, મમરા, રોસ્ટેડ સ્નેક્સ વગેરે ખાઈ શકો છો.

- રાત્રે સૂવાના ઓછામાં ઓછા દોઢ-બે કલાક પહેલા જમી લો અને ખાધા પછી વોક કરવાનુ ન ભૂલશો.

આ ટિપ્સને અપનાવીને તમે વધુ મહેનત કર્યા વગર ઝડપથી તમારુ વજન ઓછુ કરી શકો છો.