ઈઝરાયેલે ઈરાનના ઈસ્ફહાન પરમાણુ સ્થળ પર કર્યો મોટો હુમલો, IRGC પ્રમુખ સઈદ ઈજાદીને પણ કર્યા ઠાર
Iran Isfahan nuclear site
ઈઝરાયેલે ઈરાનના ઈસ્ફહાન પરમાણુ સ્થળ અને મિસાઈલ ક્રાર્યક્રમ પર મોટો હુમલો કર્યો છે. આ સાથે જ ઈઝરાયલી સુરક્ષા બળો (આઈડીએફ) એ ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ્સ (IRGC) ની કુદ્દસ ફોર્સમાં ફિલિસ્તીની ડિવીજનના પ્રમુખ સઈદ ઈજાદીને ઠાર કર્યો છે. આઈડએફે કહ્યુ કે ઈરાની શહેર કુમમા એક એપાર્ટમેંટ પર ઈઝરાયલી હુમલામાં ઠાક કર્યો છે. ઈઝરાયલના રક્ષા મંત્રી ઈઝરાયલ કાટજએ આની ચોખવટ કરી છે.
કોણ હતો સઈદ ઈજાદી
ઈજરાયેલ કાટ જે કહ્યુ કે ઈજાદીએ 7 ઓક્ટોબર 2023નારોજ ઈઝરાયલમાં નરસંહાર પહેલા હમાસને ધન અને હથિયાર પુરા પાડ્યા હતા. તેમણે કહ્યુ, "આ ઈઝરાયલી ગુપ્ત એંજંસી અને વાયુસેના માટે એક મોટી ઉપલબ્ધિ છે. આ માર્યા ગયેલા ઈઝરાયલી લોકો અને બંધકો માટે ન્યાય છે. ઈઝરાયલના લાંબા હાથ તેના બધા દુશ્મનો સુધી પહોચશે.”
કાટ્જે કર્યો આ દાવો
કાટ્જએ આ વર્ષની શરૂઆતમાં એક ગુપ્ત દસ્તાવેજ બહાર પાડ્યો હ્તો. જેમા આ દાવો કરવામાં આવ્યો હતો કે જૂન 2021 માં હમાસના તત્કાલીન નેતા યહ્યા સિનવાર અને મોહમ્મદ દેડફએ ઈરાનની કુદ્દસ ફોર્સના પ્રમુખ ઈસ્માઈલ કાનીને એક પત્ર મોકલ્યો હતો, જેમા ઈઝરાયલ પર હુમલાની યોજના માટે સમર્થન માંગ્યુ હતુ. આ યોજના છેવટે 7 ઓક્ટોબર 2023ના રોજ અમલમાં લાવવામાં આવી. કાટ્જે કહ્યુ, "આ દસ્તાવેજમાં હમાસના નેતા ઈરાની કુદ્દસ ફોર્સના કમાંડર સાથે ઈઝરાયલ ને નષ્ટ કરવા માટે 50 કરોડ ડોલરની મદદની માંગ કરી રહ્યા છે”