લગ્નજીવનમાં તાજગી જાળવી રાખવા અપનાવો નુસખા

P.R
જો તમે હસી મજાક કરનારા લોકોમાંના છો તો તમારા સંબંધમાં તાજગી જાળવી રાખવામાં મદદ મળશે. તમારી આ પ્રકૃતિ તમારા લગ્નજીવન માટે પણ ઘણી સારી છે. હસી-મજાકથી તમારા લગ્નજીવનમાં ભરપુર મીઠાશ આવી શકે છે. આનાથી પરસ્પર વ્યાપેલી કડવાશ દૂર થઇ શકે છે.

લગ્નજીવનમાં મીઠાશ ફેલાવવા માટે અપનાવો આ નુસખાં...

1. સંબંધમાં વ્યાપેલા કંટાળા અને બોલાચાલીના વ્યવહારને દૂર કરવા માટે હસી-મજાક કરતા રહેવું બહુ જરૂરી છે. માટે કોશિશ કરો કે તમારા પાર્ટનર સાથે વધુ ને વધુ હસી-મજાક કરતા રહો અને તેમને ખુશ રાખી તમે પણ ખુશ રહો. જેથી તમારા પાર્ટનરની સાથે તમે લગ્નજીવનમાં પ્રવેશેલા કંટાળાથી બચી શકો.

2. તમે લગ્નજીવનમાં આવેલા ટેન્શનને ઓછું કરવા માટે પણ પરસ્પર હસી મજાકનો માર્ગ અપનાવી શકો છો. લડાઈ-ઝઘડાંની વચ્ચે આ પ્રકારનું વર્તન તમારી વચ્ચેના તણાવને ઓછો કરશે.

3. જો તમે મજાકિયા નથી તો કોશિશ કરો કે તમારા વ્યવહારમાં મીઠાશ લાવો અને પ્રેક્ટિકલ જોકનો ઉપયોગ કરતા થાવ. પણ ધ્યાન રાખો કે તમારા જોક સારા હોવા જોઇએ, જે તમારા સાથીને સરપ્રાઇઝ અને ખુશ કરે. મજાક એવી હોવી જોઇએ જેનાથી તમારા સાથીને ખોટું ન લાગે કે તે નારાજ ન થાય. મજાક એવી હોવી જોઇએ જેનો અહેસાસ સુખદ હોય.

4. કોશિશ કરો કે ટીવી પર પણ હસી-મજાકના કાર્યક્રમો, કોમેડી પિક્ચર કે શૉ સાથે બેસીને જોઇ શકો. આનાથી પણ તમારા સંબંધમાં મીઠાશ ફેલાશે અને તમે એકબીજાની નજીક આવશો. દરમિયાન તમારા સાથીની પસંદ-નાપસંદનું ધ્યાન રાખો.

વેબ દુનિયા|
5. આજકાલ કોઇ સંબંધમાં વધી રહેલા તણાવનું મુખ્ય કારણ બંને લોકોના કામકાજી હોવું છે. કામકાજનું ભારણ આપણા સંબંધ પર હંમેશા છાપ છોડી જાય છે. દિવસભરની દોડભાગ ભરેલી જિંદગી બાદ જ્યારે પતિ-પત્ની બંને ઘરે ફરે છે ત્યારે સંપૂર્ણપણે થાકેલા હોય છે. આ સ્થિતિમાં તમે એકબીજા પ્રત્યે કડક વલણ અપનાવવાને બદલે ખુશ રહો અને જેટલો સમય મળતો હોય તેટલા સમયમાં આનંદ લો. અને આ તમે તમારા હસી-મજાક ભરેલા વર્તનથી મેળવી શકશો. આવામાં એકબીજાને ઓફિસના મજેદાર કિસ્સા સંભળાવીને પણ ખુશ કરી શકો છો.


આ પણ વાંચો :