લવ અને સેક્સ : સેક્સને તાજો અને ક્રિએટીવ બનાવવા માટેની ટિપ્સ

વેબ દુનિયા|

P.R
સેક્સ એક કોમળ અનુભવ છે. આને સુંદર બનાવી રાખવો એ તમારી અને તમારા સાથી એમ બંનેની જવાબદારી છે. નાની-નાની મજેદાર વસ્તુઓથી હંમેશા તેને તાજો અને ક્રિએટિવ બનાવો પછી જુઓ શું ચમત્કાર થાય છે.

પ્લે ગેમ્સ - માહોલને હળવો બનાવવા માટે સેક્સ ગેમ્સ રમો. આવી ગેમ્સ સરળતાથી ગેમ સ્ટોર્સ પર ઓનલાઇન ઉપલબ્ધ છે. આ રમતોને તમે એકએક કરીને કે ગ્રુપમાં રમી શકો છો. પણ હા તે મસ્તીભરી અને ઉત્તેજક હોવી જોઇએ. આવી ગેમ્સ નવી વસ્તુઓ ટ્રાય કરવાની નર્વસનેસમાંથી છુટકારો અપાવે છે. વિવિધ પ્રકારની ગેમ્સ રમો. ક્રિએટિવ બનો.

આપો - લવ નોટ્સ બહુ પ્રેરક હોય છે.તમારા પાર્ટનરે તમારા માટે કંઇક ખાસ લખ્યું છે એ વિચારીને તમને એક અલગ જ આનંદની અનુભૂત થશે. તમે પણ કંઇક આવું કરી શકો છો.
રોમેન્ટિક મૂવી જુઓ - તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક મૂવી જુઓ. જો સંબંધ ઔપચારિક નથી તો કોઇ સેક્સી ફિલ્મ નિહાળી શકો છો. ત્યારબાદ હોટ સેક્સનો લાભ ઉઠાવો.

રહો - સેક્સનો લાભ ઉઠાવવા માટે હાઈજીન અર્થાત્ સાફસફાઈ જરૂરી છે. એવું ન થાય કે સેક્સનો આનંદ માણતા માણતા તમારે તમારા પાર્ટનરનો કે તમારા પાર્ટનરે તમારા પરસેવાનો સામનો કરવો પડે અને મજા બગડી જાય. શરીર જ નહીં, તમારું મુખ પણ સાફ કરો. માઉથવોશથી તેની યોગ્ય સફાઇ કરો. તમારા શરીરના પર્સનલ પાર્ટ્સને પણ સ્વચ્છ રાખો.
સેક્સી કપડાં પહેરો - મસાલા અને પરસેવાની દુર્ગંધવાળા કપડાં ક્યારેય ન પહેરો. સેક્સી નાઇટી કે નાઇટ સૂટ પહેરો. કોશિશ કરો કે પતિ-પત્ની એકબીજાની પસંદના નાઇટ ડ્રેસ ખરીદે. આનાથી તમે તેમને પહેલા કરતાં વધુ સેક્સી લાગશો.

ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરો - ઊંડા શ્વાસ ઉત્તેજના આપે છે.સેક્સ પહેલા ઊંડા શ્વાસ લો.
એકબીજાની આંખોમાં નિહાળો - ચુંબન કે સંભોગ દરમિયાન આંખો બંધ ન કરો. એકબીજાની આંખોમાં જુઓ. આનંદ બમણો થઇ જશે.

કાલ્પનિક બનો - કલ્પના કરો કે તમારા જીવનનો સૌથી ઉત્તમ ઓર્ગેઝ્મ થઇ રહ્યો છે. આવા કાલ્પનિક દ્રશ્યો વધુ ઉત્તેજના આપે છે.

પહેલા તમે સમજો કે તમને શું સંતોષ કરાવે છે પછી તમારા પાર્ટનરને સમજાવો. સેક્સ હેલા એકબીજાને સારી રીતે સમજીને અંતરંગતા વધારો, એકબીજાને ભરપુર આનંદ આપો. ક્યાં અને કેવી રીતે ટચ કરવું પસંદ છે એ જણાવો.


આ પણ વાંચો :